________________
પાટણ
વિદ્યાત્રયી'ના પારગામી બીપાલ અને વિજ્યપાલ, વાલ્મટ અને વસ્તુપાલ, યશપાલ અને અરિસિંહ, સોમેશ્વર અને ગણપતિ બોની પરંપરા પાટણમાંથી લુપ્ત થઈ ગઈ છે. ગૂર્જરેશ્વરના અશ્વોને સિંધુનાં પાણી પાનાર દંડનાયક વિમલ કે પાટણના કંપાયમાન સિંહાસનને દઢ કરી ગુજરાતની સંસ્કૃતિદીપકને ફરી એક વાર સ્થિરજ્યોત બનાવનાર વસ્તુપાલના વંશજે ક્યાંય શોધ્યા જડતા નથી. પાટણના અને ગુજરાતના વ્યક્તિત્વના ઘડતરમાં અદના હિસ્સો આપનાર મહામા, મંત્રીઓ, સેનાપતિઓ અને સાંધિવિગ્રહમુંજાલ અને શાન્તુ, આશુક અને સજજન, ઉદયન અને સેમ, આંબડ અને કપદી, ચંડશર્મા અને દાદર, દાદા અને મહાદેવ, ગાંગિલ અને યશોધવલ તથા બીજા કેટલાયે કેવળ કીર્તિશેષ બન્યા છે. પાટણના જૈનો, બ્રાહ્મણ અને નાગરોને આ નામો પૈકી કઈ યાદ પણ છે કે કેમ તે કોણ જાણે! આજે પણ પાટણ ગુજરાતના ધનિક શહેરે પિકી એક છે, પરંતુ એ ધનને કારણે પણ તેનો માનભંગ થાય છે, કારણ કે એના ધનિક બધા જ પરદેશ સેવે છે અને માત્ર વાર-તહેવારે વતનમાં આવીને પિતાના ધનનું પ્રદર્શન કરી જાય છે. એક વાર “નરસમુદ્ર” તરીકે વિખ્યાત થયેલા નગરનાં સેંકડો મકાનોનાં બારણાં સદાકાળ બંધ જેવાં એ પણ એક ઉદ્વેગજનક દસ્ય છે.
છતાં એ પણ એક સત્ય છે કે ભૂતકાળમાં શૌર્ય સાથે અહિંસાના, ઐશ્વર્ય સાથે સંયમના, વૈભવ સાથે વિદ્યાવ્યાસંગના અને વાણિજ્ય સાથે સરસ્વતી સેવાના આદર્શો ચરિતાર્થ કરીને પાટણ કૃતકૃત્યતા સાધી છે. પિતાના ગૌરવકાળમાં ગુજરાતનું ગુરુપદ લઈને પાટણે એનું અસ્તિત્વ સાર્થક કર્યું છે. ઈતિહાસને રંગમંચ ઉપર પિતાની કર્તવ્યભૂમિકા પૂરી કરીને પાટણે વાનપ્રસ્થ લીધું છે. આ જગતમાં કશું જ સ્થિર-સ્થાવર નથી. અોદયનું ચક્ર નિરંતર ચાલ્યાં
૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org