Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છે જે દુખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી અહોહોતેદુખ અનંતીવાર આ આત્માએ ભોગવ્યા છે. ૨) તિર્યંચ ગતિ - છલ, જૂઠ, પ્રપંચ, ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ, ઇત્યાદિક શરીર ધારણ કરે છે તે તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩) મનુષ્ય ગતિ - ખાધ, અખાધ વિષે વિવેકરહિત છે, લજાહીન માતા પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી, નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન, વગેરે મહાપાતક કર્યા કરે છે, એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે, માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યા છે.
દેવગતિ – પરસ્પર, વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામામદ, સુધા, ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યાં છે, તે દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી આ ચારે ગતિમાં પણ કેટલાય દુઃખ અને આત્મસાધનામાં અંતરાયો છે.
હવે સંક્ષેપમાં શ્રીમજીએ એમના પ્રકાશન-સર્જન - ચિંતન-વિવેચનમાં નીચેના વિષયોનો સમાવેશ કરેલો છે.
શિક્ષા પાઠ- ૨૧૧૨ ભાવનાનું સ્વરૂપ શિક્ષા પાઠ- ૩૫ નવકાર મંત્રનું સ્વરૂપ અને મહાભ્ય શિક્ષા પાઠ- ૩૭સામાયિક વિચાર શિક્ષા પાઠ-૪૦પ્રતિક્રમણ વિચાર શિક્ષા પાઠ-પ૩પ્રભુ મહાવીરના જીવનનું અને જૈન
શાસનનું વર્ણન
જ્ઞાનધારા-૧)
૨૭
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬