Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આયુષ્યનીગણના કરીનથી).ત્યારે જીવવું સંસારપરિભ્રમણનું એક ભવપરિવર્તન થયું ગણાય છે. ટૂંકમાં ચોર્યાશી લાખ જીવાયોનિમાં પ્રત્યેક જીવ ઉત્પન્ન થઈ, જઘન્ય આયુષ્યથી અનુક્રમે ઉત્તરોત્તર વધતું આયુષ્ય ભોગવીને એમ છેવટે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે ત્યારે એકભવ પરાવર્ત પૂરો થયો કહેવાય. એવા અનંત ભવપરાવર્ત આજીવે ભૂતકાળમાં કયાં છે.
આમ, પુદ્ગલ પરાવર્તનો અને એના પ્રકારોનો વિચાર કરીએ તો બુદ્ધિ કામ ન કરે. કોઈકને એમ લાગે કે ખરેખર આમ થતું હશે? વસ્તુતઃ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને અને તિર્યંચ ગતિના જીવોને લક્ષમાં રાખી પોતે પણ આ બધાં ભવચક્રોમાંથી પસાર થયા છે એનું શાંત ચિત્તે મનન કરીએ તો કંઈક અંતરમાં પ્રતીતિ અવશ્ય થાય. માત્ર પોતાના મનુષ્યભવનો વિચાર કરવાથી આ તરત નહિ માની શકાય. સર્વજ્ઞ ભગવાને જ્યારે શ્રી ગૌતમસ્વામીને સ્વમુખે આ પ્રમાણે કહ્યું છે ત્યારે તો એમાં અડગ શ્રદ્ધા થવી જોઈએ.
કોઈને પ્રશ્ન થાય કે તો શું આ પરાવર્તનો અંત ન આવે ? અવશ્ય આવે. જો જીવનું મિથ્યાત્વ મંદ થઈ ગયું હોય અને તેનામાં અમુક ગુણલક્ષણો પ્રગટ થયાં હોય તો તે તેને હવે છેલ્લો એક પરાવર્ત કરવાનો બાકી રહે છે. એવા જીવો ચરમ (છેલ્લા) આવર્ત (પરાવર્ત) માં આવેલા હોવાથી તેઓ ચરમાવર્તી જીવ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ 'યોગબિંદુમાં (શ્લોક૭૨) જણાવ્યું છેઃ चरमे पुद्गल परावर्ते यतो यः शुकलपाक्षिकः । भिन्नग्रन्थिश्चरित्री च, तस्यैवेतदुदाहृतम् ।। (છેલ્લા પુદગલ પરાવર્તમાં વર્તતો જીવ શુક્લપાક્ષિક જાણવો. તે જ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે એ પ્રમાણે કહેલું છે.)
જ્ઞાનધારા-૧
૨૩૫)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e