Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 276
________________ યુરોપ, અમેરિકા, જર્મની આદિ દેશમાં પ્રાચીન સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ વગેરે વિષયોની શોધખોળ કરનારી અનેક સંસ્થાઓ છે. આપણા દેશમાં આવી સંસ્થા બહુ મોડેથી અસ્તિત્વમાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર યુનેસ્કો (UNESCO) જેવી સંસ્થાઓ, પ્રાચીન હસ્તલિખિત પ્રતોના સંરક્ષણ માટેની જવાબદારી ઉપાડી લીધી છે. 2102Tu zdz uz Indira Gandhi National Centre For Arts દ્વારાNational Commission For Manuscriptકામ કરી રહી છે. તેમણે વ્યવસ્થિત સૂચિ, કેટલોગ તૈયાર કરેલ છે અને જૂની, જીર્ણશીર્ણ હસ્તપત્રોની માઇક્રોફિલ્મ તૈયાર કરી તેને સાચવવાનું નવું રૂપ આપવાનું મહત્ત્વનું કામ કરી રહેલ છે. ડૉ. સર રામકૃષ્ણગોપાલ ભાંડારકરનું નામ સંસ્કૃતના પ્રકાંડ પંડિત તેમજ પુરાતત્ત્વના સમર્થ વિદ્વાન તરીકે વિશ્વ વિખ્યાત છે. તેમના મિત્રો, શિષ્યો અને શુભેચ્છકોએ મળીને તેમની ૮૦ મી વર્ષગાંઠને દિવસે તા. ૬-૭-૧૯૧૭ ના રોજ, પુના શહેરમાં ભાંડારકર પ્રાચ્યવિદ્યામંદિરની સ્થાપના કરી છે. મુંબઇના માજીગર્વનર શ્રી વેલિંગટનના હાથે આ સંસ્થાનું ઉદ્ઘાટન થયું હતું. દાનવીર પારસી ગૃહસ્થ તાતાબંધુએ આ સંસ્થાને ઘણી મોટી આર્થિક સહાય પણ કરી હતી. મુંબઇની સરકારે ડેક્કન કોલેજમાં સંરક્ષિત હસ્તપ્રતો, આ સંસ્થાને સોંપી દીધી. હસ્તલિખિત પ્રતોના એ અમૂલ્ય સંગ્રહમાં જૈન હસ્તપ્રતોની સંખ્યા ઘણી વિશાળ છે. ૬૦૦ જેટલા જૈનગ્રંથો તાડપત્ર ઉપર લખાયેલા છે અને ૬૦૦૦ જેટલા કાગળ ઉપર લખાયેલા છે. આ ઉપરાંત, પાટણ, ખંભાત, જેસલમેર, બીકાનેર વગેરે સ્થળોમાં પ્રખ્યાત જૈન ભંડારના અનેક પુસ્તકો, સરકારે ખરીદીને આ પ્રાચ્ય વિદ્યા મંદિરને સંરક્ષણ માટે આપેલ છે. જ્ઞાનધારા-૧ ૨૬૫ ન જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322