Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જપ-ધ્યાન કરતાં હોઇએ તે રૂમમાં નજર સામે એક એવું શુભ ચિત્ર હોવું પણ જરૂરી છે. ઓમ-નવકારમંત્ર વગેરે, કે જેથી મન ચલિત થવાનો પ્રયત્ન કરે તો તે ચિત્ર કે વસ્તુ પર નજર પડતા જ મનની વ્યગ્રતા દૂર થઇ જાય. આગમદર્શન કે જપના શબ્દો પણ નજર સામે આવે તો પણ તે ચિત્તની એકાગ્રતા રખાવી શકે. મૂર્તિપૂજક શ્રાવકો-શ્રાવિકાઓ સ્થાપનાજી રાખે છે, જેનાથી તેના ઉપર નજર જતા અસ્થિર મન સ્તિર થઇ શકે. આવી નાની લાગતી સામન્ય બાબતોનું પણ ઘણું જ મહત્ત્વ છે.
આજના let યુગમાં કોઇ પણ વ્યક્તિ પાસે સમય જ નથી. પૈસાની પાછળ આંધળી દોટ મુકવા સિવાય બીજું કશું જ નથી.
Ray Of Inspiration Gives The Light Of Knowledge પ્રેરણાનું એક કિરણ જ્ઞાનનો પ્રકાશ આપે છે. જપ પણ એક પ્રકારનું સ્વાધ્યાય તપ જ છે, તેવું કથન પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ અનુમોદિત ઉવસગ્ગહરં સ્તોત્રમાં કહેલ છે. જપ સ્વાધ્યાય દ્વારા ભારે કર્મો હળવા બને – તીવ્રફળ આપનારા કર્મો મંદ ફળદાયી બને. જપ સાધના વધતી જાય તેમ તેમ કર્મો ક્ષીણ થતા ઉપસર્ગો – મુશ્કેલીઓ બીમારીઓ રોગો, પ્રતિકુળતાઓ શાંત થઇ જાય છે. જાપનો મંત્ર સિધ્ધ કરાયેલ ગુરુવર્યો પાસેથી સ્વીકારી તેની આરાધના કરવાની વિધાનું અક્ષરસહ પાલન કરવામાં આવે તો તે સાધના ઉત્તમ ફળદાયી બને છે. અમુક પ્રકારની સિદ્ધિઓ, કર્મોની નિર્જરા, જ્ઞાન, લબ્ધિઓને પ્રાપ્ત કરવા અમુક મંત્ર સ્તોત્ર વિધી-વિધાન સાથે ગુરુગમથી કરવામાં આવે તો તે ઘણાજ શુભ હોય છે. ઉત્કૃષ્ટ ભાવે આપેલો ગુરુમંત્ર ઉત્કૃષ્ટ ભાવ અને પરિણામ લાવ્યા વિના રહેતો જ નથી અને એમાં આશ્ચર્ય પણ શું છે ?
જ
નવકાર મંત્રના જાપ એવા છે કે જે કોઇ પણ વાતાવરણમાં કોઇ પણ સમયે અને ગમે તે પરિસ્થિતિમાં થઇ શકે છે. આવા પરમ નિસ્વાર્થી ગુરુવર્યો અને ગુરુણીઓના ઉપકારો માનીએ એટલા ઓછા છે.
જ્ઞાનધારા-૧
૨૯૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧