Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 316
________________ સંપાદકીય અથવા તંત્રીલેખો લખી સામાજિક-ધાર્મિક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. ૬) સ્ત્રી પત્રકારો પત્રો ચલાવવા શ્રીસંઘે પરિબળ ઊભું કરવું જોઇએ જેમાં નારી જગતના પ્રશ્નો - સાધ્વી તથા શ્રાવિકાઓની પ્રવૃત્તિઓને બિરદાવતા પત્રો પ્રગટ થવા જોઇએ. જૈનપત્રોએ ધાર્મિક તથા સામાજિક સુધારા માટે આ પ્રકારના પ્રગતિકારક વિચારો પ્રકટ કર્યાનાં ઉદાહરણો મળે છે. જૈન મહિલા” નામના પત્રમાં ઘૂંઘટપ્રથાનો વિરોધ કરતાં લખ્યું છે, શું આ ભારતની ગૌરવશાળી નારી છે જેણે પોતાના ગૌરવને, પોતાની સંસ્કૃતિને નષ્ટ કરી છે ?” જૈન પત્રકારોઓ આ પ્રકારની પ્રથાઓને દૂર કરવા સજાગ પ્રયત્ન કરી સામાજિક ચેતનાને જાગૃત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. પત્રકારે પોતાના પત્ર દ્વારા વિવાહ સુધારણાની દિશામાં જૈન વિધિથી લગ્ન કરાવવા, દિવસનું ભોજન રાખવા, દહેજની લેણ-દેણન કરવી વગેરે વિચારોને પોતાની ધારદાર કલમ દ્વારા પ્રગટ કરવા જોઇએ. પત્રકાર વર્તમાન સમયમાં યુવાન-યુવતીઓમાં વધેલાં વ્યસનો બાબતમાં આંખ આડા કાન ન કરી શકે...સંસ્કારનિર્માણ અને જીવનશુદ્ધિના કાર્યમાં પત્રકારે સમાજને સહાયરૂપ થવું જોઇએ. એ એનું મુખ્ય કર્તવ્ય છે. જૈનપત્રકારોએ વ્યસનમુક્તિ માટે આંદોલનાત્મકપ અપનાવવું જોઇએ અને સમાજને, માતાપિતાને તથા વડીલોને એના દુષ્પરિણામોથી અવગત કરવા જોઇએ. આ બાબતે જિનવાણી’ માં લખ્યું છે, "જો આપણે પ્રથમ ક્ષેણીના બાર વ્રતધારી શ્રાવક ન બની શકીએ તો બીજી શ્રેણીના સાત કુવ્યસનોનો ત્યાગ કરીને સગૃહસ્થ બની શકીએ.” જ્ઞાનધારા-૧ ૩૦૫ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322