Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરાજય કરી, શુદ્ધસહજ આત્મ સ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આત્મા છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્યથી યુક્ત એવા મુક્ત સિદ્ધપરમાત્મા છે. એવા પરમયોગી સાક્ષાત શુદ્ધસ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ટ આરાધના, ભક્તિ કરવી, એ માનવભવનો દુર્લભ લ્હાવો છે.
વળી પ્રભુના સમાધિસ્થ સ્વરૂપના દર્શનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે.
અવકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ, તિમ પ્રભુભક્ત ભવિ લહેરે, આતમ શક્તિ સંભાળ
જેમ કોઇ સિંહનું બચ્ચું જન્મથી ઘેટાનાં ટોળામાં વસ્યું હોય, ઉછર્યું હોય, તે પોતાને ઘેટું જ માની બેસે છે પણ ત્યાં એ કોઇ સિંહને જુએ છે ત્યારે તે એ સિંહને ધારીધારીને જુએ છે અને પાછું પોતાનું પણ સ્વરૂપ નિહાળે છે. ત્યારે તેને બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે. તેને ભાન થાય છે કે પોતે ઘેંટું નથી પણ સિંહશિશુ છે. તેમ આ આત્મા પણ અનાદિકાળથી પરભાવના સહવાસમાં વસેલો હોવાથી પોતાની સાચી ઓળખાણને ભૂલી ગયો છે, પણ પ્રભુના પાવન દર્શનથી તે જિત સમ પોતાના આત્માની સ્વરૂપ સત્તા ઓળખે છે અને પરમાત્મા સમ બનવાની તીવ્ર ઝંખના જાગે છે.
જેવો ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. તેમ સાધક આત્મા પણ આદર્શ રૂપ પ્રભુને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. પ્રભુના રૂપ દર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. આત્મા પરમાત્માની ઉપાસના કરતાં કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપસ્યની ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય થાય છે.
જ્ઞાનધારા-૧)
૨૭
૨૭
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=