Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભક્તિ મુક્તિની દુતિ
વર્ષા પી. દોશી
(જૈનદર્શનના અભ્યાસુ મુંબઇના વર્ષાબેન ડૉ. ક્લાબેન શાહના માર્ગદર્શન હેઠળ ભક્તિ સાહિત્યપર પીએચ.ડી નો અભ્યાસ કરી રહ્યા છે.)
"ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે”
ભક્તિ એવો પદાર્થ છે જે બ્રહ્મલોકમાં પણ નથી. ભક્તિ પદારથ ભૂતળનું વિશિષ્ટ સદ્ભાગ્ય છે. ભગવાન તરફથી ભૂતળને મળેલું એક વિશિષ્ટ વરદાન છે.
ભક્તિ એટલે આત્માનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ. ભક્તિપથમાં હૃદય આધારસ્વરૂપ છે. હૃદયમાં અનુભવાતો ભાવ એ જ ભક્તયોગનો પાયો છે. એ ભાવની વ્યાખ્યા આપવાનું શક્ય નથી. એ તો હૃદયની અનુભૂતિ છે. તેથી અનુભવગમ્ય છે. જ્યારે હૃદયની આ ભાવધારા ભગવાન તરફ વહે ત્યારે તે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે.
-
શ્રદ્ધા – પ્રેમ અને સમર્પણની ત્રિપુટી એ ભક્તિપથના ત્રણ દેવતા છે. ત્રણે અરસપરસ અનિવાર્ય રીતે જોડાયેલા છે. શ્રદ્ધાની ગંગોત્રીમાંથી પ્રેમની ગંગા વહે છે અને સમર્પણના સાગરમાં સમાય છે. બીજી રીતે કહીએ તો ભગવાનમાં શ્રદ્ધા એ ભક્તિનો ઉદ્ગમ છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ એ ભક્તિની વિકાસયાત્રા છે અને ભગવાનને વિશેષ સમર્પણ એ ભક્તિની પરિણતી છે.
જૈનદર્શનના ષવશ્યકમાં સમતા પછી ભક્તિને બીજું આવશ્યક બતાવવામાં આવ્યું છે, તેથી દરેક સાધકની એ ફરજ છે કે એ તીર્થંકરોની ભક્તિ કરે. કારણ કે વીતરાગ દશાને પામેલા શ્રી જિનેશ્વર ભગવાન રાગદ્વેષ, મોહાદિ જેવા સમસ્ત અંતરંગ શત્રુઓને જીતી લઇ, સકલ કર્મકંટકનો
જ્ઞાનધારા-૧
૨૯૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧