Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 312
________________ સદાચાર અને સંસ્કારનું સિંચનનું કાર્ય કરતા આ સાધુઓને માત્ર જૈનો જ નહિ પણ જૈનેત્તરો પણ નમે છે. મુંબઇ જેવા શહેરમાં મધ્યમ વર્ગના નોકરીયાત કુટુંબોમાં મોડા જમવાનું હોવાથી સાધુ સાધ્વીઓને સાંજના સમયની ગોચરી મેળવવામાં બહુ મુશ્કેલી પડે છે. શ્રીસંઘ આ બાબતે વિચાર કરે. શિષ્યો બનાવવાની લાલચમાં યોગ્યતા પૂરવાર કર્યા વિના ઘણીવાર દીક્ષા આપવામાં આવે છે અને ક્યાંક ક્યાંક શિષ્ય-શિષ્યાઓ ખરીદવામાં આવે છે. મોક્ષની ઇચ્છાવાળા યોગ્ય પાત્રને જ દીક્ષા આપવી જોઇએ. ક્યાંક તો નાની સાધ્વીઓ માનસિક તનાવથી પીડાય છે કારણ કે દીક્ષા લીધા પછી તેમના જીવનમાં ઝાઝો ફરક પડ્યો હોતો નથી. નાના નાના કલેશો, મતભેદો નાની વાતોની ઇર્ષા વગેરેને કારણે તથા કેટલીક વાર અજ્ઞાનને કારણે આવું વાતાવરણ જોવા મળે છે. આવા સમદાયમાં જ્ઞાનમાર્ગની ઉપાસના કરાવવા, શ્રીસંઘે કાર્યરત થવું જોઇએ. તો બીજીતરફ નિધિસૂરી ટ્રસ્ટપાટણમાં ચન્દ્રકાન્તભાઇ પંડિત પાસે દરરોજના ત્રણ ચાર કલાક દોઢસો સાધ્વીઓને જ્ઞાન આપવામાં આવે છે. સ્થાનકવાસી સંઘમાં સાધ્વીજીઓને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરાવવાનાં દષ્ટાંતો આપણી નજર સમક્ષ હાજર છે. જૈનધર્મમાં નારીનું સ્થાન પ્રાચીનકાળથી ગરિમાપૂર્ણ રહ્યું છે. aષભદેવના સમયથી બ્રાહ્મી-સુંદરીને જ્ઞાન આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે નારીને ફક્ત શ્રમણસંઘમાં સંમિલિત કરી એટલું જ નહિ પણ સાથે સાથે તેને કેવળજ્ઞાન તથા મોક્ષની અધિકારી પણ માની. તે છતાં કેટલાક ઠેકાણે સામાજિક પરિવર્તનની સાથે નારીની સ્થિતિ દયનીય બની ગઇ છે. જાત અનુભવ કહે છે કે કેટલાંક ધાર્મિક સમારંભોમાં જ્ઞાનધારા-૧ - Y૩૦૧ ) ૩૦૧ જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322