Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બંને અંગૂઠાની વચ્ચે સતત દબાવી રાખીએ છીએ ત્યારે અંગૂઠાની વચ્ચે પીનીઅલ નામની અંતઃસ્ત્રાવી ગ્રંથીનું બિંદુ આવેલ છે અને ત્યાં સતત દબાણ આપવાથી એનેસ્થેટિક અસર થાય છે અને છીંક આવતી અટકી જાય છે.
આટલી નાની વાતથી ખ્યાલ આવે છે કે આપણું શરીર તંદુરસ્ત રહે. રોગો થયાં હોય તો મટાડી શકાય – તેના વિજ્ઞાનને એક્યુપ્રેશર કહે છે – તેનું વિજ્ઞાન પણ આગમોમાં સમજાવ્યું જ હશે. આગમોના જાણકાર – પંડિતો – સાધુસમાજને મારી નમ્ર વિનંતિ છે કે તેઓ આ અંગે વિચાર કરે અને તેવી જાણકારી મને આપે.
-
જેમકે માનવીના જન્મસમયે મસ્તિક મેરૂજળ કેવી રીતે ઉત્પન્ન થાય અને આખા દેહમાં ભ્રમણ કરે છે તે વાત રૂપક દ્વારા સ્નાત્રપૂજામાં સમજાવેલ છે.
એક્યુપ્રેશર એટલે શરીરમાં રોગ ન થવા દેવાની તથા રોગ થયા હોય તો તેમને પારખીને વીના દવાએ મટાડવાની પદ્ધતિ. આ પદ્ધતિ જૈન ધર્મને ખૂબ જ અનુરૂપ છે. કારણ કે વિશ્વની અનેક આરોગ્ય પદ્ધતિઓમાં આ એકમાત્ર પધ્ધતિ એવી છે કે જે શરીરમાં નાના-મોટા અનેક રોગોને થતાં જ અટકાવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કાર્યરત રાખે છે. શક્તિ ટકાવી રાખે છે અને તંદુરસ્તી આપે છે. તદુપરાંત કોઇપણ જાતના ટેસ્ટ કે ખર્ચ વીના ગમે તેવા રોગનું તાત્કાલિક નિદાન કરી આપે છે. તેમજ ગમે તેવા ભયંકર – હઠીલા દર્દોનો ઉપચાર કરે છે. આ પધ્ધતિ કરનારને હાર્ટએટેક, કીડનીના રોગ, મોતિયો, પક્ષઘાત, કેન્સર જેવા રોગો પણ થતા નથી.
આ પદ્ધતિ દરેક પંચેન્દ્રિય પ્રાણીને જન્મથી જ તેમના દેહમાં રાખવામાં આવેલી છે. તેની જાણ મનુષ્યો સિવાય કુદરતના બધાં પ્રાણીઓને છે. માનવી પોતાના અહમ્ ને કારણે કુદરતથી વિમુખ થયો છે અને એટલે આ પધ્ધતિને ભૂલી ગયો છે.
જ્ઞાનધારા-૧
૨૭૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧