Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નહીં. આ દબાણ બિન્દુ અને તેની આજુબાજુ આપવાનું છે.
બિંદુ ન. ૩, ૪, ૮, ૧૧ થી ૧૫, ૨૫, ૨૮ અને ૩૮ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના છે. તે શરીરમાં ઊંડે છે એટલે ત્યાં થોડું વધારે ભાર આપીને દાબવું. બધા બિજુઓ પર દબાણ આપ્યા પછી કીડનીના બિંદુ નં ૨૬ પર દબાણ જરૂરી છે. ૪૦/૪પ વર્ષની કે વધુ વય હોય તેમણે નીચેના ચિત્ર મુજબ માત્ર જમણા હાથમાં હથેળી અને કોણીની વચ્ચે આવેલ એક ઇંચના વર્તુળમાં બે મિનિટ પંપીંગની જેમ દબાવવું. આમ કરવાથી વૃધ્ધાવસ્થા આવતી અટકે છે અને જેમની ઉમર ૪૫/૫૦ થી વધુ હોય તેમને અનુભવ થશે કે તેમની કાર્યશક્તિ ૪૫/૫૦ વર્ષની વયે હતી તેટલી થતી જાય છે અને જીવનપર્યતા તેવી શક્તિ ચાલુ રહેશે.
કેટલું દબાણ આપવું હથેળીમાં બિંદુ ન. ૩, ૪, ૮, ૧૧ થી ૧૫, ૨૫, ૨૮ અને ૩૮ સિવાય બધી જગ્યાએ આપણને લાગે કે દબાણ આપ્યું છે તેટલું જ દબાણ પંપિંગની જેમ આપવાનું છે. વધારે નહિં જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથીઓના બિંદુન. ૩, ૪, ૮, ૧૧ થી ૧૫, ૨૫, ૨૮ અને ૩૮ પર ભારપૂર્વક વધુ દબાણ આપવું જરૂરી છે.
દબાણ ક્યારે આપવું દિવસના ૨૪ કલાકમાં ગમે તે સમયે એક્યુપ્રેશરનું દબાણ આપી શકાય છે છતાં ભોજન પછી એક કલાક સુધી દબાણ ન આપવું હિતાવહ છે, જેથી પાચન ક્રિયામાં ખલેલ ન પડે.
કેવી સ્થિતિમાં દબાણ લેવું સૂતા, બેઠા, ઉભાકે દોડતા હોઇએ ત્યારે પણ આ દબાણ લઇ શકાય.
- એક્યુપ્રેશર પદ્ધતિ આપણા મગજમાં રહેલ બેટરીમાંથી ઉત્પન્ન થતી વિધુત પર આધારિત છે અને આબેટરી દરરોજ રીચાર્જ કરવી જરૂરી છે
જ્ઞાનધારા-૧
૨૮૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e