Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 280
________________ અહિંસા જૈનદર્શન અહિંસાને પરમધર્મ માને છે જગતના જે કાંઇ જીવો છે તે તમામ તરફ અને તે જીવોમાંના જે કોઇ આપણા મીત્રો છે કે વિરોધીઓ છે એ તમામ પ્રત્યે સમતાભાવ કેળવવો તેમનું નામ અહિંસા છે. અહિંસા ધર્મનું પહેલું લક્ષણ છે. ધર્મના સ્તોત્ર છે. અહિંસા એટલે પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ, રાગ, દ્વેષ મોહ આદિનો અભાવ. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે ધર્મનું સારતત્ત્વ એનું બીજું નામ અહિંસા, જીવ માત્ર પ્રત્યે કરૂણાવંત બનો. જીવનમાં સફળતા માટે વાણીનો સંયમ કેળવવો આવશ્યક છે. કોઇનો વાંક જોવાની વૃત્તિ ન રાખવી જોઇએ અને વર્તનમાં સકારાત્મક વૃત્તિ (Positive attitude) રાખવી જોઇએ. પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાની મનને કેળવણી આપવી જોઇએ. સદ્ગુણોમાં માર્ગ સાધનાનો છે. સદ્ગણોના જતન માટે સતત જાગૃતિ આવશ્યક છે. ત્યાગ અને સમર્પણની પણ તૈયારી રાખવી પડે. ક્ષમાને પ્રથમ આદર્શ ગણવામાં આવે છે. જીવનમાં સમત્વની આરાધના કરવા માટે અને સંબંધના સેતુને તૂટવાથી બચાવવા માટે ક્ષમાભાવ અતિ ઉત્તમ છે. ક્ષમા માંગવી સરળ છે પણ આપવી કઠિન છે એવો સંકલ્પ કરીએ કે હું બધા જીવોને મિત્રતાની દષ્ટિએ જોઇશ અને સૌ જીવો પણ મિત્રતાના દષ્ટિએ જુએ. જીવનમાં આવેલા અહંકારથી માનવીનું પતન થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલું કપરૂ નથી. પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ નમ્રતા જાળવવી તે ખૂબ કઠિન છે. નમતા એ ધર્મનો અને પ્રેમનો પાયો છે. માણસ નમ્રતા અને વિનય ભાવથી મહાન બને છે. સારો સ્વભાવ મનુષ્યની slos ziura Ed. Good nature is human's great capital. Aceiaj આચરણ પણ ધર્મ છે. There is no higher religion than truth. જ્ઞાનધારા-૧ ૨૬૯ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322