Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સંતોએ સર્વપ્રથમ યુવાનોનો સંપર્ક વધારવો જોશે. પદાધિકારીઓએ યુવાવર્ગને કાર્યકારિણીમાં લેવા જોશે અથવા મહત્ત્વપૂર્ણ પદ આપશો તો તેઓ ઉપાશ્રય આવતા થશે. તેમના પર જવાબદારીનાખો. વડીલોની સલાહ- યુવાની શક્તિનો સંગમ-સર્વત્ર સુસર્જન કરી દેશે. સંતોએ સંતાનોને મળવા, સહમાર્ગે લાવવા ઘેર ઘેર પદાધિકારીઓ સાથે જવું જોશે. સ્કૂલ, કોલેજમાં પ્રવચનો ગોઠવવા જોશે. સંતો પાસે જ્ઞાનનો ખજાનો છે. તેનોમહાવીર બની ભારતભરમાં જોર-શોરથી પ્રચાર કરો. માંસાહારી હોટલોનો જૈન-સમાજ સંપૂર્ણ પણે બહિષ્કાર કરે. ન વ્યક્તિરૂપે જાય ન સમારોહ રૂપે જાય. લુપ્ત થઇ ગયેલ જૈનશાળા, દાનવીરો ચાલુ કરાવે.
સપ્તાહમાં એક દિવસ જૈનધર્મના જ્ઞાન સાથે ગુજરાતી ભાષાનું જ્ઞાન આપે. વેકેશનોમાં સ્વાધ્યાય શિબિરમાં વિદ્વાનો સંતો ભણાવે તથા દાનવીરો આર્થિક મદદ તથા ઈનામ આપે. ભણનાર, ભણાવનાર બન્ને આજે નાના ગામડાઓમાં કે, સર્વત્ર સંત-સતીઓ નથી પહોંચી શકતા તેના માટે ગુજરાતનું એક સ્વતંત્ર સ્વાધ્યાય મંડળ બનવું અતિ-અતિ આવશ્યક છે. બીજા સંપ્રદાયોનું છે પરંતુ ગુજરાતનું કેમ નહીં? જ્યારે ગુજરાતના સંત સતીઓમાં જ્ઞાનની ટક્કર લઇ શકે તેવા ઘણા ઓછા છે. ગુજરાતમાં દીપચંદ ગાર્ડી જેવા અનેક છે. સ્વાધ્યાયી ભાઇ બહેનોને તૈયાર કરે, જેઓ પર્યુષણમાં ગામડાઓમાં ધર્મ-આરાધના કરાવવા જાય. વેકેશનમાં બાળકોની દશદિવસીય સ્વાધ્યાયી શિબિર લઇ સામાયિક-પ્રતિક્રમણ, ચોવીસ ભગવાનનું નામ, જૈન કથાનક, પચીસ બોલ વગેરે શીખવાડે.
અન્ય ધાર્મિક તહેવારોનું ટી. વી. માં જેમ પ્રસારણ આવે છે તેમ જૈનદર્શન, પર્યુષર્ણ, સંવત્સરી પર્વનું પણ વિદ્વાનો, દાનવીરો દ્વારા ટી. વી. માં આપવું જોઇએ. વિદ્વાનો લેખન તથા વક્તત્વ કલા દ્વારા જૈનધર્મનો પ્રસાર કરે. આ શ્રાવકનો એક ગુણ તથા કર્તવ્ય ભગવાને બતાવેલ છે. વાંદા મારવાની દવા કે હિંસક દવાનો પ્રચાર દાનવીરો ટી. વી. પર બંધ કરાવે.
=જ્ઞાનધારા-૧
૨૭૫
=
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=