Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન સીરિયલ ભગવાન મહાવીરની, ચંદનબાળાની, અમરકુમાર જેવી ચાલુ કરાવે. કોઇ જૈનનું નામ કૌભાંડમાં ન આવું જોઇએ. ગોંડલમાં જૈન સંસ્કાર કેન્દ્ર ચાલે છે જેની સંખ્યા પ૫૦ છે, તેમાં જૈનેતર - મુસ્લિમ પણ આવે છે. નવકાર બોલે છે.
પત્રકારો તથા વિદ્વાનો માટે ખાસ-જ્યારે પણ કોઇ સંત-સતીમાં વધુ પતા શિથિલાચાર જોવામાં આવે તો સમાજના પાંચ પદાધિકારી પ્રાઇવેટમાં જઇ આંખોમાં અશ્રુ તથા દિલમાં વાત્સલ્ય ભરીને સાચા અમાપિયા બની બે હાથ જોડી સમજાવે કે તમોએ મહાવીરનું કોહીનૂરથી પણ મોંઘુંચારિત્ર અંગીકાર કર્યું છે, તેનેક્ષણિક સુખ માટેનષ્ટ ન કરો. તમોએ જે ઉત્કૃષ્ટભાવથી અંગીકાર કરેલ - તેજ ભાવોથી પાળશો તો તમારી સાથે જૈન સંઘનું પણ કલ્યાણ થશે. આવા વર્તનથી તેમનો આત્મા જાગી, સંયમમાં સ્થિર થઇ જશે. ઉતાવળા થઇ ક્યારેય પેપરબાજી ન કરો. પેપરમાં આપવાથી આપણી જ જૈનધર્મની ટીકા થશે. યુવાવર્ગને માઠી અસર કરે છે. તેમની મુહપત્તી ખેંચવાની ઉતાવળ ન કરો. સંતોની સંખ્યા વધારો, ઓછી ન કરો. જૈન-શાસન મહાવીર શાસનના ચમકતા જયવંતા ચિરસ્વામી સિતારા છે. તેમને સંભાળો, તેઓ તમનેજૈનશાસનને સંભાળશે.
સાચો જૈન ક્યારેય દુઃખી નહીં હોય. યુવા વર્ગ તથા અજૈનને જૈનધર્મ તરફ આકર્ષિત કરો. તેમાં જૈનશાસનનું કલ્યાણ છે.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
૨૭૬
૨૭૬
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જૈનસાહિ
ય જ્ઞાનસત્ર-૧)