Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આદર્શનો પ્રચાર પણ આ બે સાધનો દ્વારા સહેલાઈથી, ગામડે ગામડે ઘેર ઘેર પહોંચી વળે છે એ દૃષ્ટિએ જ શ્રમણસંસ્થા માટે આ બે સાધનો નિર્માયા છે.
પ્રથમ તીર્થંકર ઋષભદેવ આદિનાથથી શરૂ કરી ચરમતીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સુધીના તમામ તીર્થંકરોએ પાદવિહાર અને ભિક્ષાચરી દ્વારા સંયમજીવનનું પાલન કર્યું.
ભગવાન મહાવીર નિર્વાણ પછીના કેટલાક સમય સુધી તો જૈન મુનિ ભગવંતો ગામબહાર ઉદ્યાનમાં ચાતુર્માસ કરતાં. શેષકાળમાં પણ મુનિઓ ગામબહાર રાજા, શ્રેષ્ઠી, શ્રાવકોના ચૈત્યો, ઉપવનો, વિહારો કે ઉધાનમાં રોકાતા અને સ્વની સાધના સાથે પરનું કલ્યાણ કરતાં.
સમયના સાંપ્રત વહેણમાં શ્રાવકોના વસવાટને કારણે ગામનગર અને મહાનગરોમાં અનેક ધર્મસ્થાનકો થયા અને સાધુસંતો તેમા ચાતુર્માસ અર્થે કે શેષકાળમાં પધારી સ્વસાધના અને ધર્મજાગૃતિનું કાર્ય
કરવા લાગ્યા.
પ્રદૂષિત હવા પાણીના કારણે અને કાળના પ્રભાવે, શરીરના સંઠાણ પરિવર્તનોને કારણે ખાસ કરીને મોટી ઉમરના સાધુ સંતો માટે પાદવિહાર કઠીન બની ગયો.
શ્રાવકો માટે સંતોની વૈયાવચ્ચ માટે બે પાસાં ઉપસી આવ્યા. એક વિહાર કરી શકે તેવી ઉંમર અને શારીરિક ક્ષમતા ધરાવતા સંતોની બિમારી કે અકસ્માત વખતેની વૈયાવચ્ચ અને મોટી ઉંમરના વિહાર કે ગોચરી માટે ફરી ન શકે તેવી શારીરિક ક્ષમતા ગુમાવેલા સંતો, નાની ઉંમર હોવા છતાં ભયંકર રોગનો ભોગ બનેલા કે અકસ્માતને કારણે શારીરિક વિકલાંગતા કે અશક્તિ આવતા
જ્ઞાનધારા-૧
२४०
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧