Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કોઇને કોઇ પ્રકારનો અભેદ છે માટે તે ત્રણે દ્રવ્યાર્થિક નયનો વિષય બને છે અને પર્યાયાર્થિક નયમાં ભેદની પ્રદાનતા હોવાના કારણે તેનો વિષય ભાવ નિક્ષેપ બને છે.
૪) તેમણે નય ચિંતનની એક વિશેષ પદ્ધતિ દર્શાવી છે. जावइया वयणपहा तावइया चेव होति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमय ।।
જેટલાં વચન પથ છે, તેટલા નયવાદ છે, જેટલા નય છે તેટલા પર સમય છે, દાર્શનિક મતવાદ છે. આમ તેમણે સાબિત કર્યું કે અનેકાન અનન્ત નયોનો સમવાય છે.
૫) હવે આવે છે આચાર્ય સિદ્ધસેનની ચિંતનશૈલીની ચરમ સીમા. જ્યાં તેમણે ભિન્ન-ભિન્ન દાર્શનિક મંતવ્યોની નયોના આધારે વ્યાખ્યા કરી છે અને સાપેક્ષ દષ્ટિથી સમન્વય સ્થાપિત કર્યો છે. તેઓ કહે છે કે સાંખ્યદર્શન દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ ખરો ઊતરે છે કારણ કે સાંખ્ય મતાનુસાર આત્મા આદો પદાર્થનિત્ય છે. બૌદ્ધદર્શન પર્યાયાર્થિક નયની દષ્ટિએ બરાબર છે કારણ કે બૌદ્ધમતાનુસાર બધા પદાર્થ અનિત્ય છે, ક્ષણિક છે. વૈશેષિક નિત્યત્વ અને અનિત્યત્વ બંનેને માને છે કારણ કે વૈશેષિકોના મતે પરમાણુ, આત્મા આદિ કેટલાક પદાર્થ એકાંતે નિત્ય છે અને ઘટ, પટ આદિ કેટલાક પદાર્થ એકાંતે અનિત્ય છે.
એમની દષ્ટિમાં બધા નય મિથ્યાદષ્ટિ છે, જો તે નિરપેક્ષતાથી પોતાના પક્ષને પ્રસ્તુત કરે તો, પણ એક-બીજાથી સાપેક્ષ હોય તો બધા નય સમ્યગ બની જાય છે. એકાંગી અવધારણા વિકર્ણ રત્નોની સમાન છે. હારની મૂલ્યવત્તા એ જ રત્ન મેળવી શકે છે જે પોતાની સ્વતંત્રતા છોડીને સુમબદ્ધ થઇ જાય. એવી જ રીતે અનેકાન્તવાદની મૂલ્યવત્તા એ જ નય(વિચાર) પામી શકે જે બીજા નયોની સાપેક્ષ રહીને વિચારે છે.
જ્ઞાનધારા-૧
- ૨૪૭
૨૪૭
=જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧)