Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૯) કાર્ય - કારણ, હેતુ - અહેતુવાદ, જ્ઞાન – ક્રિયા, જીવ – પુદ્ગલ, અસ્તિત્વ - નાસ્તિત્વ, સામાન્ય – વિશેષ આદિ અનેક પક્ષો જે સામાન્ય દર્શનની ભૂમિકા પર વિરોધી પ્રતીત થાય છે પણ તેમણે તેની વચ્ચે ભેદાભેદ દર્શાવી અનેકાન્તની ભૂમિકા પર તેની પરસ્પરાશ્રયતા દર્શાવી.
૧૦) પાંચે સમવાય સાથે મળીને કાર્યની ઉત્પત્તિ થાય છે. એ દર્શાવતાં કહે
છે
કેઃ
कालो सहाव णियई पुव्वकय पुरिस कारणेगंता । मिच्छत्तं ते चेव समासओ होंति सम्मतं ।।
સન્મતિ પ્રકરણના દ્વિતીય કાંડમાં અનેકાન્તનાં અંગભૂત જ્ઞાન અને દર્શનની વિસ્તૃત મીમાંસા કરી છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિ દ્રવ્ય અર્થાત્ સામાન્યને અને પર્યાયાર્થિક દૃષ્ટિ પર્યાય અથાંત વિશેષોને ગ્રહણ કરે છે. એ સામાન્ય બોધ અને વિશેષબોધને જ આપણે ક્રમશઃ દર્શન અને જ્ઞાન પણ કહીએ છીએ. ખં સામળાહળ હંસળ કહી સામાન્યગ્રાહી બોધને દર્શન કહ્યું અને વિશેષ ધર્મોને જ્ઞાન કહે છે.
આચાર્ય સિદ્ધસેન જૈન પરંપરામાં અભેદવાદનાં પુરસ્કર્તાનાં રૂપમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન અને દર્શન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં અભેદતા દર્શાવી છે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં અભેદવિષયક મંતવ્ય તો ખરેખર તેમની બહુશ્રુતગ્રાહી મેઘાનો પરિચય આપે છે..
કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગ સંબંધી ત્રણ મત પ્રવર્તે છે. કાં તો ઉપયોગી ક્રમથી હોય, કાં તો યુગપત્ હોય, કાં તો અભેદ હોય. આચાર્ય સિદ્ધસેને તે અભેદભાવથી પુરવાર કર્યું કે ઉપયોગ મૂલતઃ અભિન્ન છે. તેનાં
તર્કમાં તેઓ કહે છે કે
૧) કેવલી પ્રતિસમય સંપૂર્ણ જગતને સામાન્ય અને વિશેષ ઉભયરૂપથી ગ્રહણ કરે છે એટલે જે કેવળજ્ઞાન છે, તે કેવળદર્શન છે.
જ્ઞાનધારા-૧
૨૫૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧