Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કઇ ચીજ સાથે લેવું તે ચીજને અનુપાન” કહે છે. પરંતુપૂર્વાચાર્યોએ કર્મરોગના ઉપાય માટે અનુપાન અને ઔષધ બન્નેમાં તપનો જ સ્વીકાર કરવા જણાવ્યું છે. જેમ કે ઔષધમાં અત્યંતર તપમાંથી ધ્યાન કે કાયોત્સર્ગ લીધો હોય તો 'અનુપાન” તરીકે ઉપવાસ આદિ બાહ્યતપ લઇ શકાય. વધારામાં બ્રહ્મચર્ય પાલન કે અભક્ષ્ય ત્યાગ જિનાજ્ઞા અનુપાન છે. સકામ અને અકામ એમ નિર્જરાના બે પ્રકાર છે. અકામ નિર્જરા માત્ર આગંતુક હોઇ સહેજે બની આવે છે. સકામ નિર્જરામાં પુરુષાર્થ અભિપ્રેત છે. સકામ નિર્જરામાં અત્યંતર તપ અનિવાર્ય છે.
પૂર્વાચાર્યોએ બતાવેલી વૈરાગ્ય ભાવનાઓમાં મોક્ષ નામની કોઇ ભાવના નથી. પરંતુ આ નિર્જરા ભાવનામાં જ સંપૂર્ણ રીતે મોક્ષ ભાવનાનો સમાવેશ રહેલો છે.
ધર્મ એ શું ચીજ છે, એનો આત્મા સાથે કેવો સંબંધ છે, એના વ્યવહાર સ્વરૂપો કેવા છે. દાન, શીલ, તપ અને ભાવનું ચિંતન ધર્મભાવનામાં કરી આત્માને વધુ નિર્મળ બનાવવાનો છે.
સંસારની વ્યવસ્થા વિચારી એના અનેક સ્થાનો સમજી ત્યાં આ પ્રાણી આવે જાય છે. એક ખાડામાંથી બીજામાં પડે છે એ રીતે એનું ભવચક ભ્રમણ ચાલ્યા કરે છે. એમાં અનિત્ય સુખ દુઃખો આવ્યા કરે છે. લોક સ્વભાવની ભાવનાનું ચિંતન કરતાં કરતાં સર્વકાળની શાંતિના સ્થાનનું ચિંતન કલ્યાણકારી બને છે.
સમ્યકજ્ઞાન, સમ્યક્રદર્શન અને સમ્યસચારિત્રને સમજવા બહુ જ મુશ્કેલ છે. સમજ્યા પછી તેની પ્રાપ્તિ મુશ્કેલ છે. દશ દષ્ટાંતે દુર્લભ માવનભવમાં સાધના દ્વારા બોધિરત્નથી પ્રાપ્તિ બોધિદુર્લભ ભાવનાનું ઉપકારી છે.
જ્ઞાનધારા-૧
૨૬૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E