Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છે અને શા કારણે થયેલો છે અને કેટલો વખત ચાલે તેવો છે તેનું સ્પષ્ટ ભાન કરાવે છે.
સાંસારિક પદાર્થો, સંબંધો અને સગપણો ચિરંજીવ કે શાશ્વત નથી. આત્મિક વસ્તુથી પર સર્વ પૌદ્ગલિક વસ્તુઓ તે સ્વરૂપે અનિત્ય છે. આ અનિત્ય ભાવનાનું ચિંતન કરતાં શરીર-સગપણ નાશવંત છે. તે સત્ય સમજાય છે.
જીવનને અન્યના આધાર પર ટકવા દેવા જેવું નથી. આધાર ટેકો કે શરણ આપનારું જ સ્થાયીપણું નથી. તે અશરણ ભાવના આત્મશરણ પ્રતિ જાગૃત થશે.
સંસારની વિચિત્ર રચના કર્મના પ્રકારો, મનોવિકારના આવિર્ભાવો, ક્ષણે ક્ષણે સ્વાર્થ, રાગદ્વેષની પરિણતી એ સંસાર ભાવનાનું ચિંતન જીવને વીતરાગ પ્રતિ દોરી જશે.
આ જીવ એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. સર્વ સ્નેહસંબંધો ખોટા છે. એકત્વ ભાવનાના ચિંતનથી ચેતનનું એકત્વ સ્થાયી છે. તેનો સાક્ષાત્કાર થશે.
પોતાના આત્મભાવ સિવાય . તમામ પોઙ્ગલિક વસ્તુઓ આત્માથી પર છે. અન્યત્વ ભાવનાથી સ્વ અને પરની સમજણનો ઉઘાડ થાય છે. પરમાં રાચવું તે અલ્પજ્ઞતા છે તેનું ભાન થતાં ભવચક્રની ગુંચવણનો જલ્દીથી નિકાલ થાય છે.
આ શરીરને આપણે આપણું પોતાનું માન્યું છે. તે તો હાડ, માંસ, લોહી અને ચરબી જેવા પદાર્થોથી ભર્યું છે. વળી તેમાં પારાવાર અશુચિ
જ્ઞાનધારા-૧
૨૫૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧