Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર બન્ને સમકાલીન હોવા છતાં બૌદ્ધધર્મ એશિયા ભરમાં ફેલાઇ ગયો. આખાને આખા દેશો બૌધ્ધ ધર્મના અનુયાયીઓ બની ગયા, જ્યારે જૈન ધર્મને આપણે અન્ય દેશો તો નહીં પણ પૂરા ભારતમાં ફેલાવી શક્યા નથી. ભારતના એક ગામડામાંય પૂરેપૂરો પ્રચાર કરી શક્યા નથી.
જે ધર્મનું પ્રવર્તન વિશ્વના સર્વ જીવો માટે થયેલું છે, જે ધર્મની ઉપર વિશ્વના સર્વ જીવોનો અધિકાર છે અને વિશ્વને આજે જેની સહુથી વધુ જરૂર છે તેવા અત્યંત વૈજ્ઞાનિક અને વ્યવહારુ આ વિશ્વધર્મને આજે આપણે આપણી ચાર દિવાલોની વચ્ચે જાણે કે કેદ કરી દીધો છે ! વિશ્વના વિશાળ ફલક સુધી આ ધર્મને મહોંચાડવાનો પ્રયત્ન જાણે અપૂરતો છે તેની પૂર્તિ કરવા જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરીએ. પત્રિકાઓનું પ્રમાણ વધારીએ. પત્રિકાઓને ગુજરાતી સાથે અંગ્રેજી, હિંદી, કન્નડા, તામીલ, મરાઠી તેમ જ વિદેશી ભાષાઓ જેવી કે સ્પેનીશ, જર્મન, ફ્રેંચ કે ચાઇનીઝ વગેરેમાં ભાષાંતર કરીએ તો કેવું. જેથી દરેક દેશનાં, બલ્ક વિશ્વનાં લોકોને પણ જૈનધર્મનું જ્ઞાન થાય ને આપણા આ વિશ્વધર્મને દુનિયાના દરેક લોકો વધાવી લે ! આપણા દષ્ટિપૂર્વક આયોજનનો સરસ રીતે વિવેકપૂર્ણ ઉપયોગ થાય.
વિશ્વનાં અનેક દેશો આજે સંસ્કૃતિના મૂલ્યવાન તત્ત્વોને તથા જૈનધર્મના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને જાણવા- અપનાવવા આતુર છે પરંતુ આપણે તેને આધુનિક શૈલીમાં અને નવા સંદર્ભમાં પ્રસ્તુત કરવા તૈયાર છીએ ખરા ? એ માટે પરંપરાગત માન્યતાઓમાં કે બાહ્ય રીતરિવાજોમાં કદાચ થોડા ઘણા ફેરફારો કરવા પડે તો તે કરવાની આપણી તૈયારી છે ખરી?
ધાર્મિક વિચારોને મહાવીરે આપેલા જૈન તત્ત્વજ્ઞાનમાં અને જૈનાચારમાં જરાપણ ફેરફાર કર્યા વગર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આચાર વિચારમાં પરિવર્તન થાય છે તેવા જૈન ઇતિહાસના દાખલા મોજૂદ
જ્ઞાનધારા-૧
– ૨૫૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e