Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છે, જો ત્યાં કોઇ સાધુએ અનશન ધારણ કર્યું હોય પણ સન્મતિ પ્રકરણ જેવા ગ્રંથના જાણકાર હોય. સન્મતિ પ્રકરણના ઉલ્લેખનીય મુદ્દાઓઃ
तित्थयरवयणसंगह - विसेसपत्थारमूलवागरणी । दव्वठ्ठिओ य पज्जवणओ य सेसा वियपा सिं ।।
તીર્થકરોનાં વચનોની સામાન્ય અને વિશેષરૂપ બે રાશિઓ છે. તે બંને રાશિઓના મૂલ પ્રતિપાદક બે નય છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. શેષ આ બંને નયોનો વિસ્તાર છે.
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે સિવાય ગુણાર્થિકનય નામનો ત્રીજો નય હોઇ ન શકે. ત્યાં આચાર્ય સિદ્ધસેનનો તર્ક છે કે દ્રવ્ય અને પર્યાયથી વ્યતિરિક્ત ગુણની સ્વતંત્ર સત્તા હોત તો ભગવાન ગુણાર્થિકનયની પ્રરૂપણા પણ કરત!આચાર્ય સિદ્ધસેનના મતે ગુણ અને પર્યાય બંને વસ્તુતઃ એક જ છે. પણ ગુણાર્થિકનયની પરિકલ્પના સર્વપ્રથમ સિદ્ધસેનના મસ્તિષ્કમાં જ ઉદ્ભૂત થઇ.
૨) બે મૂલ નય સિવાય ઉત્તરાયોના ભેદ-પ્રભેદમાં પણ તેમની સ્વોપજ્ઞ વિચારણા છે. જૈન પરંપરામાં સામાન્ય રીતે સાત નય પ્રચલિત છે. તેમણે દાર્શનિક જગતમાં સર્વપ્રથમ ષડ્ઝયવાદનું નિરૂપણ કર્યું. મામેઝાદી નૈન ને છૂટું પાડી અભેદગ્રાહી નૈગમને સંગ્રહનય અને ભેદગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં સમાવેશ કર્યો.દિગમ્બર અને શ્વેતાંબર વિદ્વાનોઓ ષડ્મયની પરંપરાના ઔચિત્યનું સમર્થન કર્યું છે જે નિશ્ચય તેમની પ્રભાવકતાનું પ્રતીક છે.
૩) તેમણે ચાર નિક્ષેપની બે મૂલ નય સાથે સંબંધ-યોજના દર્શાવી છે, જે સંભવતઃ સર્વપ્રથમ તેમનો જ પ્રયાસ છે. નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણેયમાં
જ્ઞાનધારા-૧
Y૨૪૬
–જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=