Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાધુ સંત કી સેવા કિંની ચાલ્યો અણવણ પાય તા' દિનકો થકો સખીરી પડ્યો દબાવત પાય.
હે સખી તું સાંભળ! પૂર્વભવમાં આ શેઠે સાધુ સંતની ખૂબ વૈયાવચ્ચ સેવા સુશ્રુષા કરી હતી. પાદવિહારમાં સાધુસંત સાથે ઉઘાડે પગે ચાલ્યો હતો. પૂર્વના એ થાકને ઉતારવા તેના દેહને વિશ્રામ આપવા અનુચરો પગ દબાવે છે.
સખીઓના સંવાદનો એવો સંકેત છે કે પૂર્વે સાધુસંતની વૈયાવચ્ચ સેવા શુશ્રુષા કરનારને તેના પ્રચંડ પુણ્યોદયે કેવી સમૃદ્ધિ મળે છે.
અહીં ભાવપૂર્વક વૈયાવચ્ચ કરનારને થનાર પુણ્યબંધ પ્રતિ અંગુલિનિર્દેશ અભિપ્રેત છે.
વૈયાવચ્ચ કે વૈયાવૃત્ત શબ્દમાં, સેવા શુશ્રૂષાની પવિત્ર ભાવના અભિપ્રેત છે.
જૈન ધર્મમાં બાર પ્રકારના તપ દર્શાવવામાં આવ્યા છે. છ બાહ્યતપ અને છ આવ્યંતર તપ. વ્રત-તપના પ્રેરક જૈનાચાર્યોએ ત્રીજા આત્યંતર તપનું જૈન વ્રત-તપમાં વિશ્લેષણ કરતાં કહ્યું છે કેઃ
જ્ઞાની અને તપસ્વી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી તથા વડીલ, વૃદ્ધ, બીમાર, અપંગ આદિની વિવિધ પ્રકારે ઉચિત સેવાભક્તિ કરવી તે જ વૈયાવૃત્ય નામનું તપ. ગુણોમાં અનુરાગપૂર્વક સંયમી પુરુષો તેમજ અઠ્ઠમ અથવા તેથી વધુ તપ કરનાર તપસ્વીઓનો ખેદ દૂર કરવો, પગ વગેરે દાબવા-ચોળવા, ચંદન કે શીતળદ્રવ્યનું લેપન કરવું, લવિંગનો ખરડ કરવો તેમજ તેમનાં સુખસગવડનો ખ્યાલ રાખવો અને એમ કરીને
જ્ઞાનધારા-૧
૨૩૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧