Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વૈયાવૃત્ય એ ધ્યાનના ઊંડાણની પારાશીશી છે
- ગુણવંત બરવાળિયા
(અખિલ ભારતીય ચે. સ્થા. જૈન કોન્ફરન્સના મંત્રી, સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન રીસર્ચ સેંટર મુંબઇના માનદ્ સંયોજક, 'જૈનપ્રકાશ”, 'કાઠિયાવાડી જૈન', 'વિશ્વ વાત્સલ્યના તંત્રી મંડળના સભ્ય, જૈનધર્મ પર ૩૫ જેટલા પુસ્તકોનું સર્જન સંપાદન ક્યું છે, સી.એ. સુધી અભ્યાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે.)
નગરથી ઉપવન તરફ જતાં રાજમાર્ગ પર ચાલી જતી બે સહિયરોએ એક દશ્ય જોયું. કૌતુકભરેલા દશ્યને નિહાળવા એ બન્ને સખી આગળ ચાલી.
નગરશ્રેષ્ઠી હાથીની અંબાડી પર બેઠેલા હતાં. બાજુમાં મહાવત, આગળ પાછળ સેવકો ચાલી રહ્યા હતા. રાજમાર્ગથી રસ્તો ફંટાયો, નાનકડો રસ્તો ઉપવન તરફ જતો હતો ત્યાં શ્રેષ્ઠી હાથી પરથી ઉતર્યા અને ઘોડા પર બેઠા. થોડું આગળ ચાલતા એક પગદંડી આવી શ્રેષ્ઠી ઘોડાપરથી ઉતર્યા, અનુચરો પાલખી લઈને ઊભા હતા તેમાં શ્રેષ્ઠીને બેસાડી ઉબડ-ખાબડ કેડી પર જરા પણ આંચકો ન આવે તેમ ભોઈ-અનુચરો પાલખી ઉંચકીને ચાલવા લાગ્યા. ઉપવન આવતાં શ્રેષ્ઠી નીચે ઉતર્યા અને મખમલી તળાઈ સાથેની ફ્લશૈયા પર સૂતા. અનુચરો પગ દબાવવા લાગ્યા એ કૌતુકભર્યું દશ્ય જોતા એક સખી બીજી સખીને પૂછે છે :
“હાથી બેઠો, ઘોડે બેઠો, બેઠો પાલખીમાંય કિયા દિનકો થકો, સખીરી પડ્યો દબાવત પાય?”
આ શેઠ હાથી-ઘોડાને પાલખીમાં જ બેઠા છે ચાલ્યા લગીરે નથી, તો કયા દિવસનો એવો તે તેને થાક લાગ્યો કે પગ દબાવે છે. સખી જવાબ આપે છે :
જ્ઞાનધારા-૧
૨૩૭ )
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e