Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિહારાદિની શારીરિક ક્ષમતા ગુમાવતા સંતોના સ્થિરવાસ અને વૈયાવચ્ચની વ્યવસ્થા કરવાનું શ્રાવકો માટે જરૂરી બન્યું.
વિશ્વની તમામ ધર્મપરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે જ્યારે જૈનધર્મે ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં અનુકંપા અને દયા અભિપ્રેત છે જ્યારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુઃખ કે પીડા ઉત્પન્ન થતાં હું દુઃખી થાઉં, પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત પણ અન્યના દુઃખ કે પીડા જોઈ માત્ર દુઃખી ન થાઉં પરંતુ મને એવા જ પ્રકારનું દુઃખ થયું છે એવી અનુભૂતિ કરુ. જેવો મારો આત્મા છે એવો જ સામેની પીડિત વ્યક્તિનો આત્મા છે. આ દુખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા વૈયાવૃત્ત કરું તો એ નિજી સંવેદના બની જશે. વળી પંચમહાવ્રતધારી સંતો તો આપણા પૂજનીય છે માટે સેવા અને વૈયાવરમાં ફરક છે. સેવા એટલે રાહતનું ગુંજન, વૈયાવચ્ચ એટલે રત્નત્રયીનું પૂજન.
સાધુસંતો તો પરિષહો સહેતા આવ્યા છે. ઉપસર્ગો સામે ઝઝમે છે માટે વૈયાવચ્ચ એ સંતોની સેવા જરૂરિયાત નથી, આપણા હૃદયની સંવેદના છે.
જ્યારે કાયાની માયા વિસારનારા સંતને અસમાધિ થાય ત્યારે આપણે નમ્રતા સાથે વંદના કરી વિનંતી કરીએ કે અમને વૈયાવચ્ચનો લાભ આપો.
ઉપ એટલે સમીપ, યોગ એટલે જોડાવું, જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. સેવા એ સહયોગ છે તો વૈયાવચ્ચ એ ઉપયોગ છે.
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૪
૨૪૧)
—–જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧