Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કમ-ઉમથી મરણ પામીને જીવ સ્પર્શે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત થાય, ક્રોધ, માન, માયા, લિભ એ ચાર કષાયોમાં મંદ-મંદતર, તીવ્ર-તીવ્રતર એમ એમાં ઘણી તરતમતા હોય છે. કષાયના અધ્યવસાયથી કર્મબંધ થાય. કષાયોની તરતમતાને લીધે અસંખ્ય અનુબંધસ્થાનો થાય છે.
આ પ્રમાણે આઠે કર્મનાં પુદ્ગલોમાં રહેલા અસંખ્યાતા રસભેદોના પુદ્ગલ પરમાણુઓને જીવ બુકમથી મરણ વડે સ્પશે ત્યારે બાદર ભાવ પરાવર્તન થાય અને કર્મથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પરાવર્તન થાય.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રત્યેક બાદર અને સૂક્ષ્મ એમ કુલ આઠ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તન બતાવવામાં આવ્યાં છે, પરંતુ શાસ્ત્રકારો કહે છે કે બાદર અથવા પૂલ પરાવર્ત એટલે કે વ્યુત્કમવાળાં પરાવર્ત તો સૂમ પરાવર્ત સમજવા માટે છે. જીવે જે પુદ્ગલ પરાવર્ત અનંતવાર કર્યા છે એ તો સૂક્ષ્મ સમજવાના છે.
દિગંબર પરંપરામાં દ્રવ્ય,ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પુદ્ગલ પરાવર્ત ઉપરાંત પાંચમો ભવ પુદ્ગલ પરાવર્ત ગણાવવામાં આવે છે.
સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં જણાવ્યું છે કેઃ तत्र परिवर्तनं पंचविधं, द्रव्यपरिवर्तन, क्षेत्रपरिवर्तनं, कालपरिवर्तनं, भवपरिवर्तनं, भावपरिवर्तनं चेति ।
મિથ્યાત્વયુક્ત જીવ નરકગિતનુંઓછામાં ઓછું આયુષ્ય ભોગવે ત્યાંથી તે પ્રમાણે અનેક વાર ભોગવ્યા પછી ત્યાં જ તે ગતિમાં જ્યારે આવે ત્યારે એક એક સમય વધારે આયુષ્ય ભોગવતો જઈ છેવટે નરકગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવે, ત્યાર પછી તિર્યંચગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટઆયુષ્યક્રમેકમેભોગવીત્યાર પછી મનુષ્યગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ભોગવે અને પછી દેવગતિમાં પણ એ રીતે આયુષ્ય ભોગવે (જે દેવોને એક જ ભવ બાકી હોય તેમના
જ્ઞાનધારા-૧
૨૩૪
ત્ય જ્ઞાનસત્ર-૧)