Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક ગાથા
લે. પ્રકાશ શાહ (જૈનદર્શનના અને ખાસ કરીને શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યના અભ્યાસુ છે. સત્સંગ અને સ્વાધ્યાય તેમની પ્રવૃત્તિનું મુખ્ય અંગ છે.)
૧) જન્મ તથા અધ્યાત્મયોગી :
આત્મજ્યોતિને અજવાળે, ધર્મનો પ્રકાશ પાથરનાર શ્રીમદ્રાજચંદ્રનો જન્મ વવાણીઆ ગામના વણિક કુટુંબમાં થયો હતો. વિ.સ.૧૯૨૪ની કારતકી પૂનમ રવિવાર તા. ૯-૧૧-૧૮૬૭ નો તે ધન્ય દિવસ હતો. તેમના પિતાનું નામ રવજીભાઇ પંચાણભાઇ મહેતા હતું. તેમની માતાનું નામ દેવબાઇ હતું. બાલયોગી શ્રીમળું જીવન સાત વર્ષ સુધી રમતગમતમાં પસાર થયું. જન્મથી જ યોગીશ્વર જેવી નિરપરાધી વૈરાગ્યમય દશા હતી. જે ઊંમરે બાળક અતિ ચંચળ હોય ત્યારે આ તો હેજે જાણે મન-વચન-કાયાના યોગરહિત કોઇ શાંત મુનિની જેમ વર્તતા હતા. બાળ શ્રીમદ્ એક શક્તિશાળી નામાંકિત વિધાર્થી તરીકે પ્રખ્યાત થયા. શ્રીમન્ને અલ્યવયમાં ક્યારેક રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની જિજ્ઞાસા થતી હતી. ૧ વર્ષમાં ૪ ધોરણ સુધીનો તથા બીજા વર્ષે સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓની અસાધારણશક્તિથી સ્કૂલમાં તથા પરીક્ષક બંનેની પ્રશંસાને પાત્ર બન્યા.
૨) જાતિસ્મરણજ્ઞાન:
સાત વર્ષના શ્રીમન્ના જીવનમાં એક અદ્ભુત ઘટના બને છે. વવાણીઆમાં અમીચંદભાઇ નામના યુવાનનું સર્પદંશથી મૃત્યુ થયું. તેમના અગ્નિસંસ્કાર વિધિ પ્રસંગે પ્રજવલિત ચિતાને શ્રીમજીએ નજરોનજર ઝાડ પરથી જોઇ. તેઓને થયું કે એવું કયું તત્ત્વ છે કે જે ચાલ્યું ગયું. શરીર તો એવું જ છે. આમ વિચારની શ્રેણીએ ચડતા-ચડતા અંતરમાં તેજ ફેલાયું, પૂર્વજન્મોની મૃતિ વચ્ચે રહેલું આવરણ ટળી ગયું. જાણે પડદો હટી ગયો. કેટલાય પૂર્વજન્મોનું સ્મરણ થયું. તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભવિષ્યમાં
જ્ઞાનધારા-૧
૪૮
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧