Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મહાત્માગાંધીજી, આચાર્ય વિનોબાજી અને સંતબાલજીનાં સર્વધર્મ સમભાવ તથા સર્વધર્મઉપાસના વિશેનાં મંતવ્યો
ડૉ. રસિક મહેતા.
(એમ. એ. પીએચ. ડી. સાહિત્યરત્ન, ગુજરાત સરકારની જુદી જુદી કોલેજોમાં ૩૨ વર્ષ અધ્યાપક તરીકે સેવાઓ આપી, ગુજરાત કોલેજ, અમદાવાદથી ગુજરાતી વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત. સાહિત્ય, ધર્મ અને યુવા પ્રવૃત્તિમાં વિશેષ રુચિ. સર્જક ઝવેરચંદ મેઘાણી પર પીએચ. ડી કર્યું છે. જૈન આગમ સાહિત્યમાં પણ રુચિ. કોઇપણ ધર્મ કે સંપ્રદાયના સંત-સતીજીને ભાષા-તત્ત્વજ્ઞાન શીખવવામાં રુચિ. જૈન સંત-સતીજીને એમ.એ., પીએચ.ડી. ના અભ્યાસ માટે માર્ગદર્શન. વિશ્વધર્મનો તુલનાત્મક અભ્યાસ- અનેક સંપાદનો)
ભારતની ભૂમિ અધ્યાત્મભૂમિ છે. આ ભૂમિ વિશ્વધર્મની પ્રયોગશાળા, છે. આ ધરતીના લોકોને સર્વધર્મસમભાવનું વિશિષ્ટ વાતાવરણ મળ્યું છે. ધર્મ પ્રત્યેની ઉદારતા અને પરમત સહિષ્ણુતા આ દેશના લોકોની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. મહાત્મા ગાંધીજીએ ચિંતન-મનન, પછી એ સત્ય તારવ્યું હતું કે 'વ્યાપક ધર્મભાવના’ આ દેશને માટે ખૂબ ઉપકારક બની રહેશે. તેઓ લખે છે, "બધા ધર્મો ઇશ્વરદત્ત છે પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી, તે અપૂર્ણ છે.....તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી. પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્વિક, નિર્મળ બને છે”.
મહાત્મા ગાંધીજીને કિશોરાવસ્થાથી સર્વધર્મના સંરકારો પ્રાપ્ત થયા છે. વચનપાલન, સમયપાલન, વડીલો પ્રત્યે આદર વગેરે ગુણો વિકસતા જાય છે. હરિશ્ચંદ્રાખ્યાન વાંચે અને સતવાદી બનવાની ઇચ્છા થાય, વ્રતનિષ્ઠ માતા પાસેથી પ્રતિજ્ઞાપાલન માટેની આશિષ મેળવે. દાઇ રંભાએ પઢાવેલા રામનામમાંથી જીવનમાંથી જીવનભરનો અભયમંત્ર મળી જાય. કુટુંબની
જ્ઞાનધારા-૧
૧૧૦.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e