Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સમાચારપત્રો બનીને અટકી ગયાં છે. આવાં નથી એનું મૂલ્ય માત્ર મંડળની માહિતીમાં જ સમાપ્ત થઇ જાય છે. આથી ક્યારેક એવું સમીકરણ જોવા મળે કે ધર્મવિષયક પત્ર એટલે શુષ્ક વાતો કરતું અખબાર. એને નીચોવો તો પણ કંઇ ન મળે. એને તો માત્ર રૅપર ખોલીને બાજુએ મૂકવાનું હોય.
ન
આવી સ્થિતિ ઘણી વેદનાજનક કહેવાય. અખબાર એટલે અખબાર ! એમાં માહિતી, વિશ્લેષણ અને રસપ્રદતા હોવાં જરૂરી છે. એમાં વ્યવસાય કરતી જૈન મહિલાની સમસ્યાની ચર્ચા પણ આવવી જોઇએ. આ અંગે 'રીડર્સ ડાયજેસ્ટ' તરફ આપણે નજર કરીએ. અનેક ભાષામાં પ્રગટ થતું `રીડર્સ ડાયજેસ્ટ' વિશ્વમાં બહોળો વાચકવર્ગ ધરાવે છે એમાં ચરિત્ર વાર્તા, ટુચકા, ઉક્તિઓ, કૃતિના સંક્ષેપો – બધું જ આવે. પરંતુ આ સામાયિક તમે દસેક વર્ષ વાંચશો તો તમારું માનસ પ્રચ્છન્નપણે અમુક પ્રકારનું થઇ જાય છે. એનું સંપાદનકાર્ય એવી રીતે કરવામાં આવે છે કે જેથી ખ્રિસ્તી ધર્મમૂલ્યોનું પ્રતિપાદન થાય. બાહ્ય દૃષ્ટિએ રસપ્રદ કથા અને વાર્તા હોય, પણ એની પાછળ ખ્રિસ્તી ધર્મના પ્રતિપાદનનો દોર સતત વહેતો હોય. પત્રકારતાની ખૂબી જ એ છે કે એ તમને જાણ પણ ન થાય એ રીતે તમારું માનસ પલટી નાખે.
પત્રકારના લોહીમાં ધર્મ ફરતો હોય તો જ એનામાં આવી જીવંત ધર્મદૃષ્ટિ જાગે. આજના જૈન સામાયિકોમાં આવો અનુભવ થાય છે ખરો ? જો થાય તો એ પત્ર અને પત્રકાર સફળ બની શકે.
જૈન પત્રોમાં અહોભાવયુક્ત લખાણોની ભરમાર જોવા મળે છે. વિજ્ઞાનની કોઇ નવી શોધ થાય એટલે તરત જ આ પત્રો લખશે કે અમારે ત્યાં તો વર્ષ પહેલાં આ શોધ થઇ ચૂકી છે. અમારા ધર્મગ્રંથોમાં એનું બયાન પણ મળે છે ! મજાકમાં એમ પણ કહી શકાય કે સેકન્ડ ક્લાસના ડબ્બાનાં
બારણાની પહોળાઇ કેટલી હોવી જોઇએ તે વિશે પણ વેદમાં લખેલું છે. આવા
જ્ઞાનધારા-૧
૧૯૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧