Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આડઅસર એ છે કે આપણે લોકભાગ્ય અને જનમનોરંજક અંશોના ગુલામ બની તેને જ ધર્મરૂપે સ્વીકારી રહ્યા છીએ.ધર્મપ્રચારનું મહોરું પહેરી શૈથિલ્ય આવે અને ઉદારતાના બહાને આચરણ સરકતું જ જાય એવી ભૂમિકા સર્જાઇ રહી છે. આ વિકાસ કહેવાય કે રકાસ? આનો ઉત્તર કદાચ સમય જ આપશે, પરંતુ આપણી અખંડ શ્રદ્ધા કહે છે કે પરમપિતાનું પનોતું શાસન અખંડપણે ૨૧૦૦૦ વર્ષની યાત્રા પૂર્ણ કરશે જ.
આ વિકાસયાત્રામાં સંતો (સતીજીઓ)ની ભૂમિકા વિષે વિચારીએ તો પ્રકૃષ્ટ પુણ્યના પ્રાગટય સાથે પ્રબળ પુરૂષાર્થથી જિનેશ્વર કથિત સર્વવિરતિના વિકટ માર્ગે ચાલતા જૈન શ્રમણ-શ્રમણીઓનું જીવન - 'અસ્તિત્વ જ એક મોટું આશ્વાસન છે; આશ્વાસન નહીં પણ આશીર્વાદ છે. વીતરાગની આજ્ઞામાં રહી અજોડ કાર્ય કરવાની આંતર - બાહ્ય શક્તિ 'સંતત્વ’ માંસમાયેલ છે. સંસારમાં સંતનું હોવું એજ પૃથ્વીને પતનની ગતિમાંથી ઉદ્ભૂત કરી શકે છે. એ આંતરિક પરિબળના સ્વીકારપૂર્વક સંતોની વ્યવહારિક ભૂમિકા વિચારીએ તો જૈનપરિભાષાના જંગલોની ઘાટીમાં અટવાયા વિના સરળતાની કેડીએ જીવન વિકાસનું માર્ગદર્શન કરાવી સમાજને દિશાસૂચન એ કરે, લોકકલ્યાણનાં કાર્યોના આદેશક નહિં પણ નિર્દેશક બને, જૈનમુનિઓને મિશનરીઓ બનાવવાની જરૂર નથી, મુનિ મટી મુનિમ બનવાની પણ તેમને જરૂર નથી. શ્રમણ શક્તિનું સંવર્ધન અને રક્ષણ એ સમાજની નૈતિક નહિં આધ્યાત્મિક જવાબદારી છે. સાધુ-સાધ્વીજી અને શ્રાવક-શ્રાવિકાનીપરસ્પરની જવાબદારીનો લય ચૂકાય તો પછી પ્રલય જ સર્જાય. વર્તમાન યુગ પડકારનો યુગ છે.સાધુ-સાધ્વીજી સમક્ષ પડકાર છે. સ્વાર કલ્યાણક સિદ્ધથવાનો. સાધનામયજીવનમાંથી પ્રગટતી શક્તિનો દુર્વ્યય ન થાય તે રીતે વાડાબંધી, વ્યક્તિગત પૂજા, સાંપ્રદાયિકતાનું ધીમું ઝેર ઊતારી સાધુ સમાજ તેની પ્રભાવક શક્તિનો પ્રયોગ કરે. ક્ષુલ્લક અને ક્ષણિક સ્વાર્થોકે આકર્ષણો તેમને સ્પર્શી ન જાય તેટલી સજ્જતા સાથે શ્રમણ સંસ્થા 'જૈનત્વ” સાથે સુસંગત ન હોય તેવી એક પણ પ્રવૃત્તિમાં કહેવાતા
જ્ઞાનધારા-૧
G૧૯૭
–જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=