Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બીજા તબક્કામાં ૧૯૧૦ થી ૧૯૫૯માં મુખપત્ર અને સાધુ સંચાલિત પત્રોએ । મુખ્ય કામગીરી બજાવી, જૈન જ્યોતિ જેવા માં પરમાનંદ કાપડિયા અને ધીરજલાલ બાપાદેરાએ બાળદીક્ષા, દેવદ્રવ્ય, વગેરે પ્રશ્નોને લઈ સારી ચર્ચા થઈ. પરિણામરૂપે પર્યુષણ વ્યાખ્યાનમાળા અસ્તિત્વમાં આવી.
તિથિ ચર્ચા તીર્થોની માલિકી, દેવદ્રવ્યની વ્યવસ્થા, સાધ્વાચાર ની શિથિલતા, જિનાગમોનો દુરઉપયોગ, ક્રિયાધર્મની અવગણના આ બધા પ્રશ્નો ઉભા થયા છે. આ પોપડાઓનએ રીપેર સરવા તેને વ્યવસ્થિત કરી રંગરોગાન કરવા પત્રકારો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. પત્રકારો ચારે ફિરકાની પરિષદો એકઠી કરી વિચારોની આપ-લે કરી અવ્યવસ્થાને દૂર કરી શકે છે.
પત્રકારો બીજું કામ એ કરી શકે છે કે આજે જ્યારે સમગ્ર વિશ્વ વાસના, યુદ્ધ, અશાંતિ, વેર, દ્વેષ તરફ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે જૈન પત્રકારો, જૈનદર્શનના સ્યાદ્વાદ, અહિંસા, અસ્તેય, અપરિગ્રહના સિદ્ધાંતોને વિશ્વભરમાં કેળવવા અધંતન સામગ્રીનો ઉપયોગ કરે અને સમગ્ર વિશ્વને કલ્યાણરાજ બનાવવા શક્તિમાન બને.
સંક્ષિપ્તમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ચતુર્વિધ સંઘરૂપી ઈમારતનો પ્રાણ સંતો છે. વિદ્વાનો તેનું મસ્તક છે. લેખકો તેના હાથ છે. પત્રકારો તેના પગ છે અને દાનવીરો તેના અલંકાર છે. બધાજ પોતાની ભૂમિકાને યોગ્ય રીતે, પ્રશસ્ત રીતે ભજવે તો પ્રભુમહાવીરનું આ શાસન હંમેશાં જયવંતુ વર્તે. 'જૈનમ જયતિ શાસનમ્
જ્ઞાનધારા-૧
૨૧૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧