Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આમાં નંબર ઉપર એકથી અનુક્રમે ચોકડી કરી નથી, પણ જેમ જેમ જે જે નંબર નીકળે તે પ્રમાણે ચોકડી કરવામાં આવી છે એટલે આ વ્યુત્ક્રમ અથવા ક્રમ-ઉલ્કમ પરાવર્તન છે એને સ્થલ અથવા બાદર પરાવર્તન કહી શકાય. રમત – ૨
હવે એ જ પ્રમાણે ૧ થી ૧૦૦ સુધીના આંકડા લખ્યા હોય એવા કોઠાવાળા કાગળ ઉપર ચોકડી કરવાની છે, પણ કોથળીમાંથી જ્યારે નંબર ૧ નીકળે ત્યારે જ ચોકડી કરવાની. ત્યાર પછી જ્યારે નંબર ૨ નીકળે ત્યારે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડાવાળી સોગઠી નીકળે તો તેની ચોકડી નહિ કરવાની. હવે એક કોથળી પૂરી થઈ, પણ થોડાક જ આંકડા ઉપર અનુક્રમે ચોકડી થઈ શકી છે.એટલે રમત આગળ લંબાવવા એ બધી સોગઠીઓને કોથળીમાં પાછી મૂકી દઈને હલાવીને ફરીથી સોગઠીઓ એક પછી એક કાઢવાની. એમાં આગળ કરેલી ચોકડીઓમાં અનુક્રમે જ આગળ વધવાનું. આ કોથળી પૂરી થતાં બીજા કેટલાક નંબરમાં અનુક્રમે આગળ વધાશે. ત્યાર પછી ત્રીજી વાર, ચોથી વાર, એમ અનુક્રમે કોથળીમાંથી ફરી ફરી સોગઠીઓ કાઢવાની અને એમ કરતાં ૧ થી ૧૦૦ સુધીના આંકડા ઉપર અનુક્રમે બધી જ ચોકડી થઈ જાય ત્યારે એક પરાવર્તન થાય. આ પરાવર્તન ક્રમથી થયું છે. એમાં બે ત્રણ વાર કોથળી ફરીથી ભરીને કાઢવાથી ચોકડી પૂરી કરવાનું કાર્ય નહિ પડે. ઘણી બધી વાર કરવું પડશે. કોઈવાર પંદરવીસ કોથળીથી પરાવર્તન પૂરું થાય અને ન થાય તો છેવટે સો વાર કોથળી ભરવાથી તો એ અવશ્ય પૂરું થશે જ. આ પ્રમાણેથયેલું પરાવર્તન ક્રમથી થયું છે એમ કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. રમત ને ૩.
આગળ પ્રમાણે જ ૧ થી ૧૦૦ ખાનામાં અનુક્રમે આંકડા લખવા. પણ એવા નંબરવાળા ચાર કાગળ સાથે રાખવા. એક લાલ રંગનો, એક વાદળી રંગનો, એક લીલા રંગનો અને એક કેસરી રંગનો.
ચાર બાજવાળી ચોરસ સોગઠીમાં પ્રત્યેક બાજુ અનુક્રમે લાલ, વાદળી, લીલો અને કેસરી રંગ રાખવો. દરેક રંગ ઉપર ૧ થી ૧૦૦ માંથી
જ્ઞાનધારા-૧
૨૨૭)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=