Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહે છે :
હે ગૌતમ ! સૌથી ઓછાં વૈક્રિય પુદ્ગલ પરાવર્ત છે. એનાથી અનન્તગુણા વધારે વચન-પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા મન પુદગલ પરિવર્ત છે. એનાથી અનન્તગુણા આના પ્રાણ (શ્વાસોચ્છવાસ) પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા ઔદારિક પુદ્ગલ - પરિવર્ત છે. એનાથી અનંતગુણા તેજસ પુદ્ગલ-પરિવર્ત છે અને એનાથી અનંતગુણા કાર્મણ પુગલ પરિવર્ત છે.
બીજી બાજુ આ સાત વર્ગણાના પુદ્ગલ પરાવર્તના નિવર્તના (નિષ્પત્તિ) કાળનું અલ્પબદુત્વ કેવું છે તે વિશે ભગવાને કહ્યું છે કે સૌથી થોડો નિવર્તના કાળા કાર્મણ પુદ્ગલપરાવર્તનો છે. એનાથી તેજસ પુદગલનો કાળ અનંતગુણો છે.
એનાથી ઔદારિક પુદ્ગલનો કાળ અનંતગુણો છે, એનાથી શ્વાસિચ્છવાસ પુદ્ગલનો કાળ અનંતગુણો છે. એનાથી મન પુદગલનો કાળ અનંતગુણો છે. એનાથી વચનપુદ્ગલનો કાળ અનંતગુણો છે અને એનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તનનો નિવર્તના કાળ અનંતગુણો છે.
આ પ્રમાણે ચૌદ રાજલોકમાં રહેલા સાત વર્ગણાના સર્વ પુદ્ગલ પરમાણુઓનો ઉપભોગ થતાં એટલે કે ગ્રહણ કરીને મૂકી દેતા જે પરાવર્ત થાય તેને સ્થૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહે છે.
સંસારમાં ભ્રમણ કરતો જીવ ચૌદ રાજલોકમાં રહેલા સર્વપરમાણુને સાત વર્ગણામાંથી અનુક્રમે એક પછી એક વર્ગણારૂપે પરિણમાવે એટલે કે ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય.
જીવ પ્રથમ ઔદારિક વર્ગણારૂપે સર્વ પુગલ પરમાણૂને ભોગવે, ત્યાર પછી વૈક્રિય વર્ગણા રૂપે ભોગવે, એમ કરતાં સાત વર્ગણા રૂપે અનુક્રમે ભોગવે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય. જીવ પુદ્ગલ પરમાણને ઔદારિક વર્ગણા તરીકે ભોગવતો હોય ત્યારે વચ્ચે વૈક્રિયાદિ વર્મણારૂપે
=જ્ઞાનધારા-૧
૨૩૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e