Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે અને એમાં દર સો વર્ષે વાળનો એક ટુકડોકાઢવાનું જે દષ્ટાંત આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું છે.
સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવુંમોટું,હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ કૂવામાં કે ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવે તે પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. આ સાગર જેવો કૂવો કેટલો મોટો હોય ? તે માટે કહે છે કે દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય. કોડાકોડી એટલે કરોડગણ્યા કરોડ.
પલ્યોપમની જેમ સાગરોપમના પણ છ ભેદ થાય છે. અહીં સૂક્ષ્મ અદ્ધા સાગરોપમનું દષ્ટાંત છે.
હવે કલ્પના કરી શકાશે કે એક સાગરોપમ એટલે કેટલો કાળ. એવા દસકોડાકોડી સાગરોપમ બરાબર અડધું કાલચક-ઉત્સર્પિણી અથવા અવસર્પિણી. ઉત્સર્પિણી અને અવસર્પિણી બન્ને ભેગા મળીને એક કાલચક્ર એટલે કે વીસ કોડાકોડી સાગરોપમ (સર્વાર્થસિદ્ધવિમાનના દેવોનું અથવા સાતમી નરકના જીવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.) થાય. એક કેબેનહિપણ અનંત કાળચક્ર જેટલો કાળ એક પુદગલપરાવર્તનમાં પસાર થઈ જાય છે.આપણે આ વાત તરત માની ન શકીએ, પણ શાસ્ત્રકારો કહે છે કે ચૌદ રાજલોક અને ચોર્યાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતો કરતો, અનંત પુગલ પરાવર્ત કરતો કરતો આપણો જીવ મનુષ્યગતિમાં આવ્યો છે.
આ પ્રમાણે પુદ્ગલ પરાવર્ત મુખ્ય ચાર પ્રકારના છેઃ (૧) દ્રવ્ય પુગલ પરાવર્ત (૨) ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (૩) કાળ પુદ્ગલ પરાવર્ત અને (૪) ભાવ પુદગલ પરાવર્ત. આ ચાર પ્રકારના પુદ્ગલ પરાવર્તના બાદર (સ્થૂલ) અને સૂક્ષ્મ એવા ભેદ કરીએ તો કુલ આઠ પુગલ પરાવર્ત નીચે પ્રમાણે થાયઃ (૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (૩) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત
જ્ઞાનધારા-૧
૨૨૫ =
જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E