Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કરે છે. આમ ધીરે ધીરે સમાજમાંથી નવીન માનસને પારખનાર, દોરનાર અને તેઓની સાથે તન્મય થનાર કોઈ ને કોઈ સતત નીકળતા જ આવ્યા છે. જૂના જમાનામાં જૈન પ્રસિદ્ધ વિદ્વાન ગૃહસ્થને લોકો સાધુ જેટલા સમર્થ વિદ્વાન નહોતાં ગણતા, જે આપણે યુરોપના શિક્ષણથી શીખવાની શરૂઆત કરી. આમ આજે વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ આપથી શાળાઓ ઉપરાંત`જૈન ચેર' મહાવિધાલયોમાં શરૂ થઈ. ફક્ત હિન્દુસ્તાનના શહેરોના મહાવિધાલયોમાં જ નહિપણ વિદેશોની વિધાલયો તેમજ મહાવિધાલયોમાં પણ શરૂ થઈ.
સાધુભગવંતોના ત્રીજા વર્ગમાં સાધુઓનો પ્રભાવ વ્યાવહારિક ક્ષેત્રે એટલે કે શ્રાવકોની બાબતમાં બિલ્કુલ છે જ નહિ, કારણ શ્રાવક ગૃહસ્થો સાધુ ભગવંતોને માને, વંદે અને પોષે તેટલું જ. જ્યારે તે વર્ગના જૂના ! અને નવા માનસ વચ્ચે વિચારભેદતાય તો તેઓ જેમ બાપ બેટા વચ્ચે, મા દીકરી વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે થતી સમજુતી પ્રમાણે તેનો ઉકેલ લાવે. આમ ધાર્મિક બાબતમાં સાધુ ભગવંતોનું દૃષ્ટિબિંદુ એજ ગૃહસ્થોનું દૃષ્ટિબિંદુ. શાસ્ત્રો એ જ ગૃહસ્થોનાં અંતિમ પ્રમાણો, સાધુઓ દ્વારા દર્શાવતા શીખવવાનો વિષયો એ જ ગૃહસ્થોના પણ અભ્યાસ વિષયો, તેમ જ સાધુઓએ પૂરા પાડેલાં પુસ્તકો એ જ ગૃહસ્થોની વાંચનમાળા અને લાયબ્રેરી.
મહાવીરના આ વારસાની અસરથી જ ગાંધીજીની અહિંસા દ્વારા પ્રાપ્ત થયેલ દુર્લભ એવી આપણિ સ્વતંત્રતાનો ચિતાર સોનાના અક્ષરે વિશ્વના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. અહિંસાના આ કાર્યમાં હિંદુઓ તેમ જ જૈનો સાથે કેટલાક મુસલમાન વર્ગ પણ જોડાયો હતો. એની અસર હિન્દુસ્તાન પૂરતી મર્યાદિત ન રહેતાં વિશ્વભરમાં વિસ્તરી છે. જેનો મોજૂદ દાખલો છે નેલ્સન મંડેલા. દીર્ઘદૃષ્ટિ વિચાર કરીએ તો અહિંસા વ. એ નૈતિક ગુણ છે. આ શુદ્ધ સંસ્કારો જળવાઈ રહેશેતો પવિત્ર જીવનની વિભૂતિથી આપણે કૃતાર્થ થઈશું. જૈન ઈતિહાસનો દાખલો લઈએ તો કાલકાચાર્ય કોઈ સ્થૂલ માલમિલકત
જ્ઞાનધારા-૧
૨૧૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧|