Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પડેલા શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથ વગેરે. આ સંઘ ચાર ભાગોમાં વહેંચાઈ ગયો. નાના નાના ગચ્છોમાં ફેરવાતો ગયો, અને આ બધું છતાં જૈન સમાજે ભગવાન મહાવીરે વારસામાં આપેલા શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગમાં આવે એવા બે સામાન્ય તત્ત્વો જેવા કે અહિંસા-આચાર અણે અનેકાંત-વિચાર, ઉપાસના અને વીતરાગપણાની ભાવનાને સુરક્ષિતતાથી એક સાંકળમાં બાંધી આગળ પ્રગતિ કર્યે જ રાખી છે. આમ સહિષ્ણુતા અને જ્ઞાનના પ્રચાર માટે જનમેલાધર્મનું અખંડત્વ સાધુભગવંતો, વિદ્વાનો, સંતો, લેખકો અને પત્રકારોએ તેમના બનતા પ્રયત્નોથી જાળવી રાખવાની કોશિશ કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં તે આદરણીય અને આવકારવા લાયક છે. જેથી જૈન સમાજ સામાજિક દષ્ટિએ સંગઠિત થતો જાય છે અને આજના પ્રસંગને જ લઈએ તો આ સંમેલને સાચા દિલથી, બુદ્ધિપૂર્વક, સહકાર સાધવાની સાચી દિશામાં સાહસિકતાની પહેલ કરી છે. એ ન માનવા જેવું એક કારણ નથી. આ જ કાર્ય વર્તમાનમાં ધર્મ છે એમ કહી શકીએ.
- સાધુભગવંતોનો કેટલોક વર્ગ એવો છે કે જેમાં ગૃહસ્થો અને સાધુઓ વચ્ચે તાદાત્મયતા છે. તેથી કરીને નવ પ્રજાને નવશિક્ષણ, નવા વિચાર અને વિચારસ્વાતંત્ર્યથી પરંપરાનું સંતુલન જાળવવાનો પ્રયત્ન ગૃહસ્થ અને ગુરભગવંતો સાથે મળીને કરે છે. આજથી પચાસ-સાઠ વર્ષ પહેલાં કેટલાક ગુરભગવંતોએ પશ્ચિમના નવશિક્ષણની અસર અને તે પચાવવામાં શિક્ષિત ગૃહસ્થ વર્ગને તઋયાર કરવાની પહેલ કરી. પશ્ચિમના નવા શિક્ષણની અસરનો એક ભય હતો કે આપણી નવી પેઢીને તેના શિક્ષણ કે વિચાર સ્વાતંત્ર્યમાં જૂની ઘરડેની ધાર્મિક વૃત્તિ આડે આવશે.
જૂની ઘરડેની ધાર્મિક વૃત્તિને નવશિક્ષણ અને વિચાર સ્વાતંત્ર્યતાની પરિભાષાથી પરામર્જિત કરીધર્મના મર્મથી સુગંધિત કરી છે. તેથી જ આજના યુવકો સંતોને, વિદ્વાનોને, દાનવીરોને, લેખકોને અને પત્રકારોનું બહુમાન
જ્ઞાનધારા-૧
૨૧૪
જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e