Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચતુર્વિધ સંઘની વર્તમાન પરિસ્થિતિ અણે તેમાં સંતો, દાનવીરો, વિદ્વાનો, લેખકો અને પત્રકારોની ભૂમિકા
- ડૉ. હંસા શાહ
(ભારતીય વિદ્યાભવન મુંબઇના ગ્રંથાલય સાથે સંકળાયેલા હંસાબેન જૈનસાહિત્ય સમારોહ અને જૈન જ્ઞાનસત્રમાં અવારનવાર અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે અને જૈન એકેડેમીના વિઝીટીંગ પ્રોફેસર છે.)
ચતુર્વિધ સંઘની સ્થાપના, ભગવાને કરી છે. ભગવાનના નિર્વાણ પછી એમના અનુભવજ્ઞાનને જેને આપણે શ્રુત અને આગમ કહીએ છીએ, તેનો આસ્વાદ આપવા અને લેવા આપણા સાધુ-સાધ્વીભગવંતોનો તેમ જ શ્રાવક-શ્રાવિકાનો ફાળો અનન્ય છે. ત્યાગી ગુરૂઓએ ખભે જ્ઞાનની કાવડ નાંખી, તેના ભારે બોજને લાકડીના ટેકેથી ઉપાડી, પગપાળા ચાલી, કેડ વળી જાય ત્યાં સુધી અને ધોળાં આવે ત્યાં સુધી જહેમત ઉઠાવી, જ્ઞાન પિપાસુ એક એક જણને ગુરુભગવંતોએનિયંત્રણપૂર્વક અને ઈચ્છાપૂર્વક જ્ઞાન આપ્યું અને આજે પણ આપી રહ્યાં છે. ગામેગામ, દેશ દેશ જ્ઞાનભંડારો બન્યા જેથી શાસ્ત્ર સંગ્રહ અને લખાણોનો મહિમા વધતો જ ચાલ્યો. પ્રાચીન તેમ જ મધ્યકાલીન જે ભંડારોએ સિદ્ધસેન, સમંતભદ્ર, હિરિભદ્ર, અકલંદ, હેમચંદ્ર, યશોવિજય અને બુદ્ધિસાગર જન્માવ્યા. તે જ ભંડારોને હવે આપણે પુસ્તકાલયો (લાયબ્રેરીઓ) જ્ઞાન મંદિરો, સરસ્વતી મંદિરોના નામે ઓળખીએ છીએ. તેમાં વિવિધ વિષયો અને વિવિધ સંપ્રદાયોનું જ્ઞાન સંઘરાતું ચાલ્યું, એની સાથે જ લેખક વર્ગ ઊભો થયો. લેખનકળા વિકાસ પામી અને અભ્યાસી વર્ગ પણ વધ્યો. આ રીતે જૈન જ્ઞાનનો આચાર જે મૌખિક પદ્ધતિથી ચાલી રહ્યો હતો તે આજના યંત્રયુગમાં અનેક ફેરફારો સાથે આપણી સમક્ષ છે.
ધર્મની દષ્ટિએ મહાવીરનો એક જ સંઘ છતાં ગામ, શહેર અને પ્રદેશોના ભેદ પ્રમાણે એ સંઘ નાના નાના ભાગોમાં વહેંચાતો ગયો. દુર્દેવથી
જ્ઞાનધારા-૧
| ૨૧૩
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E