Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
માટે નહોતા લડ્યા, તેમની લડાઈ જીવનની પવિત્રતા માટે જ હતી. આપણે ઈ.સ. ૨૦૦૩ની વાત કરીએ તો ઈન્દ્રદિન્નસૂરિ અને ત્રણથી ચાર મહિના પહેલાં જ નાનાલાલ મહારાજે લોકોને સમજાવી સાત વ્યસનથી દૂર રખાવ્યા અને જૈન સંઘે જેને લોકપાલ નામ આપીને સ્થાપના કરી. આમ સાધુ ભગવંતોએ દેશકાર્યમાં ફાળો આપ્યો.
આમ હજારો વર્ષથી મહત્ત્વનું અને શક્તિસંપન્નસાધુસંઘનું અસ્તિત્વ ટક્યું છે અને આવનાર હજારો વર્ષ સુધી આમ જ ટકી રહેશે તેની ખાતરી છે. આ દષ્ટિને આપણે વિશ્વસ્તરે પહોંચાડવામાં સાધુભગવંતોની સ્થિરતા, બુદ્ધિપૂર્વકનું તેઓનું સ્થાન અને કાર્યપ્રદેશને આંકી વિશ્વલોકોના જીવનમાંથી ક્ષુદ્રતાઓ, કલહોને વિરમાવી, નજીવી બાબતોમાં ખર્ચા અપાર શક્તિને દુર્વ્યય તરફથી સવ્યય તરફ વાળવાના તેમના પ્રયત્નોને ફક્ત દેશકલ્યાણ નહિ, પણ વિશ્વકલ્યાણ તરફ વાળવાનું ભગવાન મહાવીરની ભાવનાનું શ્રેય તેમના ફાળે જાય છે. જેમાં જૈન સમાજનું તો કલ્યાણ રહેલું જ છે. ભગવાન મહાવીરના સાધુભગવંતો બુદ્ધની ભાષામાં કહીએતો ધમદાયદ’ એટલે ધર્મવારસાના સાચા હકદારો ભાગીદારો કહી શકીએ. આમ જોવા જઈએ તો આ વિશાળ કામ જ યુગધર્મ છે.
આમ સંયમ સાધના સ્વીકારો પછી સાધુભગવંતો વિનય, કૃતજ્ઞતા, જ્ઞાનપ્રીતિ, સહનશીલતા, ઉદારતા વગેરે ગુણોને ક્રમશઃ આગળ વધારતા આત્મકલ્યાણની સર્વ પ્રવૃત્તિઓને મૈત્રી ભાવથી પોતાનામાં ઓતપ્રોત કરે છે. સાથેસાથે સર્વ જીવોને મિત્ર માની તેમનું કલ્યાણ ચાહે છે. તેમજ બધા જીવો સર્વજ્ઞનું શાસન પામી પોતાનું જીવન સફળ કરે એમ ઈચ્છે છે. આમ તેઓ વૈરાગ્યરસને ઘોળી ઘોળીને પીએ છે. તેથી તેઓની વાણીમાં વૈરાગ્યનો ધોધ વહે છે. અને તેઓ અનેક ભવ્ય આત્માઓના કલ્યાણના નિમિત્ત બને છે.હિંસકને અહિંસક બનાવવા, દૂરાચારીને સદાચારી બનાવવા, સ્વચ્છેદે ચડતા માનવોને નિયમમા લાવવા એ જ તેઓના જીવનનો સાત્વિક આનંદ હોય છે અને તેઓ આજે પણ કરે છે.
Hજ્ઞાનધારા-૧
૨૧૬
૨૧૬
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧