Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દીવાજ્યોત વધુ દિવ્ય બનશે. આજે પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં વિદ્વાન વક્તાઓની ખોટ જણાય છે. પરદેશ જૈનધર્મનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરનાર યુવાન વિદ્વાનો અલ્પ છે. 'ગુરૂ કરતાં સવાયો’ એવા શિષ્ય કેટલા છે.
લેખકોની ભૂમિકા
લેખકોની ભૂમિકા વિષે વિચાર કરીએ તો 'બહુરત્ના વસુંધરા’ એમ કહેવાનું મન થાય. જૈનશાસનના ગગનમાં લેખકરૂપી અસંખ્ય તારલાઓ દેદીપ્યમાન છે. સિક્સેન દિવાકર, આચાર્ય હરિભદ્રસૂરિ, સામંતભદ્ર, દેવચંદ્રસૂરિ, પૂજ્યપાદજી, ગંધહાસ્તિ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, ઉ. યશોવિજયજી, વર્તમાનના આ. રામસુરિજી, ભુવનભાનુસૂરિજી, રત્નસુંદરજી, ચંદ્રશેખરવિજયજી, તરૂણપ્રભજી જેવા અનેક સંતોએ દ્વાદશાંગીના વિવિધ વિષયો પર પોતાની કલમ ચલાવી છે. વર્તમાનમાં પણ સુઘોષા, દિવ્યજીવન, કલ્યાણ, પ્રેક્ષાધ્યાન, ધર્મધારા આવા ઘણા સામાયિકોમાં ઘણાં લેખકો વિચારધારા પ્રગટ કરે છે. બધું જ સુંદર છે. સાત્વિક છે. બસ, વર્તમાન લેખકોને એક વિજ્ઞપ્તિ કરવાનું મન થાય કે તેમના લેખનનો વિષય મહત્તમ તત્ત્વજ્ઞાનનો રહ્યો છે. જૈન દર્શનના બીજા વિષયોનો બહુ ઓછો સ્પર્શ થાય છે. જેમ કે પૌરાણિક કાવ્યો પઉમરિયમ, તથા સમરાઈ કહા, કુવલયમાલા જેવા સાહિત્યિક ગ્રંથોકે આર્યુવેદ-ગણીત વગેરેના ગ્રંથો કે અશોકખારવેલ જેવા શિલાલેખો કે શિલ્પો, સ્થાપત્યો આ બધા વિષયો પર ખૂબજ ઓછું લખાય છે. જેકોબીએ લખ્યું છે કે ભારતીય સાહિત્યમાં જૈન સાહિત્યનો બહુ મોટો ફાળો છે. જો વર્તમાન લેખકો આ બધાજ વિષયોને આવરે તો જૈન પ્રજાને પોતાને મળેલ આ વિવિધ વારસાથી પોતે કેટલા ધનવાન છે તેનો ખ્યાલ આવે. તેમની જ્ઞાનની જિજ્ઞાસાની ભૂખ વધે.
દાનવીરોની ભૂમિકા
જૈનધર્મ માટે એવું સામાન્ય રીતે કહેવાય છે કે લક્ષ્મી જૈનોને વરેલી
ગંજ્ઞાનધારા-૧
૨૧૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=