Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સંતોની ભૂમિકા સૌ પ્રથમ સાધુ-સંતો વિષે વિચારીએ તો શાસ્ત્રોમાં આચાર્યને ગણધર સમ ગણધરા” અને 'તિર્થીયર સમો સૂરિ' અર્થાત તીર્થકર ભગવાનની ગેરહાજરીમાં તીર્થકર સમ કહ્યા છે. આજે આવા ઘણા આચાર્ય ભગવંતો શાસનની ધૂરા સંભાળી રહ્યા છે. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનદાન પ્રદાન કરી રહ્યા છે અને સાધુ ભગવંતો વૈયાવચ્ચ, તપશ્ચર્યા અને જ્ઞાનપ્રાપ્તિ દ્વારા શાસનને સીંચી રહ્યા છે.
પ્રત્યક્ષ સેવા કરતાં માનસિક અને તે કરતાં આધ્યાત્મિક સેવા તીવ્ર હોય છે. આ સંઘ સંસ્થાના સભ્યો પોતાનું વ્યક્તિત્વ જાળવી શક્તા છે. તેનું મુખ્ય કારણ સંતોની આ આધ્યાત્મિક સેવા છે. પોતાના આચારોના પ્રભાવ દ્વારા તે દુષિતતત્ત્વોને દૂર રાખે છે. હેમચંદ્રાચાર્ય જેવપૂર્વાચાર્યોએ સાધુતાને લેશ માત્ર છોડ્યા વગર જીવનની દરેક પળો શ્રુત સેવામાં સમર્પે છે. સંતો સાધુતાને ભોગે કશું જ ન કરે. આ તેમની મહાન આધ્યાત્મિક સેવા છે. સંઘને તેનાથી દીઘાર્થ પ્રાપ્ત થાય છે. સંતો પરોપકાર કરે તે માટે પોતાનું સર્વસ્વ ત્યજી દે પરંતુ પવિત્રતા ત્યજે નહીં. કારણકે પરોપકારનું આચરણ પણ આત્માની પવિત્રતા વધારવા માટે છે. તેથી પરોપકાર કરવા પવિત્રતા તો ખોવાય જ નહી જૈનસંઘના સંતોની દિનચર્યા એ આજના યુગનું એક આર્ય છે. આજે તેમના આચરણની મહેકથી જ જૈણ સંઘ મહેકી રહ્યો છે. પોતાની ભૂમિકા તેઓ વફાદારીપૂર્વક નિભાવી રહ્યા છે. પરંતુ આજના સંજોગો જોતા એવું વિચારવાનું મન થાય કે સંતો આજના સંજોગોમાં જ્ઞાનપ્રદાનની પ્રવૃત્તિને વધુ મહત્ત્વ આપે તો ઘણું કલ્યાણ થાય.
સંતો જો શાસ્ત્રોની વાતો ભાષાંતર કરીને તેમના હાથમાં મૂકે તો ખાતરીપૂર્વક કહી શકાય કે યુવાનવર્ગ તેને ઝીલીને આખા યુગની સીકલ ફેરવી નાખે. હમણાં અમદાવાદમાં પૂ. યશોવિજયજીએ બત્રીશ, બત્રીશી’ ગ્રંથનો આઠભાગમાં ગુજરાતીમાં વિવેચન સાથે અનુવાદ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું. આવાં અનેક કામો કરવાની જરૂર છે.
જ્ઞાનધારા-૧
-૨૦૮
= જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=