Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કરુણા સાગર, વિશ્વવત્સલ ચરમજિનેશ્વર મહાવીરસ્વામીએ આત્મકલ્યાણના કેન્દ્રબિંદુને જેટલું મહત્ત્વ આપ્યું છે એટલું જ મૂલ્ય વ્યવહારજીવન અને વ્યવસ્થાતંત્રને લક્ષી ધર્મનું આચરણ પ્રધાન બનાવ્યો છે.પ્રત્યેક આત્માનું ધ્યેય તો સર્વવિરતિ ભાવ જ દર્શાવ્યો છે પરંતુ શ્રાવકશ્રાવિકાના જીવનની પ્રધાનતા પણ અબાધિત રાખી છે. વ્યાવહારિક ભૂમિકાએસાધુતા સિદ્ધન થાય ત્યાં સુધી ત્રણ મનોરથ આત્મપ્રદેશે ભાવવા છતાં શ્રાવકાચાર જ તેમના માટે સુલભ રહે છે. મહાવીરસ્વામીએ સાધુસાધ્વીજી માટે સમાચારી દર્શાવી છે તો શ્રાવકાચારની પણ ઉપાસકદશાંગ આદિ આગમોમાં વિશદ છણાવટ કરી છે.
ભારતની બે મુખ્ય શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધોનો તુલનાત્મક અભ્યાસ જૈનધર્મની વિશિષ્ટતા માટે તેની ચતુર્વિધ સંઘ વ્યવસ્થાનએ યશ આપે છે ભારત બહાર પ્રસરેલ પરંતુ ભારતમાં જ પ્રતિદિન ક્ષીણ થઈ રહેલ ભૌદ્ધપરંપરામાં શ્રમણ-શ્રમણીના ખભે જ ધર્મસંવર્ધન અને સંરક્ષાનો ભાર મુક્યો હોવાથી જ્યારે પ્રખર શ્રમણ કે શ્રમણી ન હોય ત્યારે ધર્મ ક્ષીણ થતો દેખાયો છે જ્યારે જૈન પરંપરાના રથનાં ચાર ચકોએ ગતિનાં અવરોધક પરિબળોને ફાવ્યા છે. આજે ભારતવર્ષમાં લગભગ૧૨૦૦૦ સાધુસાધ્વીજીઓ ધર્મધુરા વહન કરી રહ્યા છે, તો એક કરોડ શ્રાવક-શ્રાવિકાઓ તેને સહયોગ આપી રહેલ છે.
અતિ મામુલી પરંપરાભેદ સાથે વર્તમાનમાં ચારેય ફિરકાના શ્રાવકશ્રાવિકાઓ ધર્માનુષ્ઠાનો અને શ્રાવકાચારની આચારસંહિતા નિભાવી રહેલ છે.
જૈનધર્મમાં દિગંબર આપ્નાયના અપવાદ સાથે દીક્ષા અને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર સ્ત્રીને પ્રાપ્ત છે. સ્ત્રીનું આ ગૌરવ ઈતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ છે. કદાચ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે આજ સુધી
જ્ઞાનધારા-૧
૧૯૫
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=