Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દરેક વિભાગોમાં પણ આચાર્યોના અનુયાયીઓ તરીકે પાછા વણલખ્યા વિભાગો. આપણા એકાદ વિશાળ સંપ્રદાયમાં તો એવું પણ જોવા મળે છે કે અમુક ઉપાશ્રયોમાં અમુક આચાર્ય અને તેના સાધુઓ ઊતરી શકે પરંતુ તે જ સંપ્રદાયના અન્ય આચાર્યના સાધુઓ ન ઊતરી શકે. આ પરિસ્થિતિ છે. પરિણામ રૂપે આપણામાં સમગ્રતયા એકતાનો અભાવ છે. જેમ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂપોપ છે, તેમ આપણા સહુના જૈનધર્મના એક જ ગુરૂ એ અત્યારે શક્ય તો નથી જ, કલ્પના બહારની વાત છે, આના કારણે આપણે ઘણી બાબતમાં પાછળ રહી જઈએ છીએ. સર્વ સંપ્રદાયોના આચાર્યો અને ટ્રસ્ટીઓ વિચારે તો સારું.
જૈનો માત્ર ભારતમાં જ વસતા નથી. ધંધાર્થે, અભ્યાસ અર્થે અથવા અન્ય કારણસર વિશ્વના અનેક ભાગોમાં જૈનો વસેલા છે.બ્રિટન, આફ્રિકા, અમેરિકા આદિ દેશોમાં જૈનોની સંખ્યા મોટી છે. તેઓ જ્યાં છે ત્યાં જૈનધર્મ ઉત્તમ રીતે પાળવા અને પામવા ઈચ્છે છે.પરંતુ આપણા પૂજ્ય ગુરુભગવંતો પંચમહાવ્રતધારી છે, અને તેઓ સર્વે ભારતમાં જ છે. તેઓ પંચ મહાવ્રતધારી હોવાથી વિમાન દ્વારા ત્યાં જઈ શકતા નથી. પરિણામે દૂરના દેશોમાં વસતા જૈનો ગુરુભગવંતોના યોગથી વંચિત રહી જાય છે. બનવા જોગ છે કે એકાદ બે પેઢી પછીનાં તેમનાં સંતાનો ધર્મવિહોણા બની જાય.
અલબત્ત, કેટલાક વિદ્વાનો સમયાંતરે, આમંત્રણ મળવાથી ત્યાં જરૂર જાય છે.કોઈક સાધુસાધ્વીજીઓ પોતાની રીતે છૂટ લઈ તેમને ધર્મપમાડવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત તેઓ વિવાદમાં પણ રહે જ છે. પરંતુ આ બધી સંખ્યા અતિ જૂજ છે. આચાર્ય તુલસીએ તેમના સંપ્રદાયમાં આના કરેલા ઉપાય યોગ્ય લાગે છે. તેમણે પંચમહાવ્રતધરી નહીં તેવા, પરંતુ સંસારનામ ત્યાગી, પ્રભુના અને તેમની વાણીના રાગી સમણ અને સમણીઓની પ્રથા શરૂ કરી છે. તેઓ કોઈ પણ વ્રતના ભંગ વિના વિદેશ જઈ ત્યાં સતત અન્ય સંપ્રદાયના આચાર્યોએ પણ 'સાધુસંમેલનમાં આનું અનુકરણ કરવાનું
જ્ઞાનધારા-૧
૨૦૨
- જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E