Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સંભવિત નથી. અહિંસાની આરાધના કરવા, કરાવવા, અનુમોદવા પણ 'અથ' ની જરૂર છે આવા ઉદારદાતાઓનું માર્ગદર્શન કરવા તીવ્ર બુદ્ધિમતા અને પ્રખર પાંડિત્ય ધરાવતા દૂરદેશી અને આર્ષદૃષ્ટા વિતવર્ગની આવશ્યકતા રહે છે.
વિદ્વાનોની ભૂમિકા હંમેશાં સમાજમાં મૂર્ધન્ય રહી છે. સરસ્વતીના પૂત્રો સિવાય જગતને કલ્યાણની કેડી કોણ ચીંધી શકે? કમનસીબે વર્તમાનમાં જૈનો જેટલા વ્યાપારી ( લક્ષ્મીપુત્રો) દેખાય છે તેટલા વિદ્વાનો (સરસ્વતી પુત્રો)નથી દેખાતા તેમ કહેવું તદ્દન અયોગ્ય તો નહીં જ કહેવાય ને? સમજદારી પૂર્વક તાટસ્થ્ય અને તુલનાત્મક રીતે વીરવાણીનો દ્રોહ ન થાય તેવી સજ્જતા સાથે વિતાનો પ્રયોગ કરવો તે સૌ પ્રથમ કર્તવ્ય અને વૈશ્વિક દર્શન પ્રવાહના અભ્યાસ માટે ખુલ્લી માનસિકતા એ ફરજિયાત કર્તવ્ય ગણીએ તો જૈનદર્શન વર્તમાન જીવનમાં કઈ રીતે ઉપકારક જ નહીં, અનિવાર્ય છે એનું વાસ્તવિક ચિંતન પ્રધાન કર્તવ્ય છે. મૌલિક મતદર્શનના મોહ વિનાશાસ્ત્રજ્ઞાનનું વફાદારી પૂર્વક નીર-ક્ષીરના વિવેકથી ઉત્તમ જીવન મૂલ્યો વિશ્વ સમક્ષ મૂકવાનો સમ્યક્ પુરૂષાર્થ મુખ્ય કર્તવ્ય બની રહે છે. આમ વિદ્વાનો મુખ્ય, પ્રધાન અને ફરજિયાત કર્તવ્યની ત્રેવડી ભૂમિકા નિભાવી જ્યારે શોધ-સત્ય વિવેક અને વર્ણનશક્તિના ચૌરાહા પર લે છે ત્યારે દીવાદંડી બની જાય છે.
સ્વાધ્યાય, લેખન, મનન, ચિંતન, પ્રકાશનના સ્તરે આંતરરાષ્ટ્રીય ક્ષિતિજ પર તેનું યોગદાન આપી શકે, અને ઉત્તમ પત્રકારત્વનો આદર્શ સિદ્ધકરી કોમ્પ્યુટર વગેરે આધુનિક ઉપકરણોનો સહયોગ લઈજૈનપ્રતોમાં ભંડારાયેલ જ્ઞાનને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા હસ્તપ્રતોની જાળવણી, સંવર્ધન, મૂલ્યાંકન, પ્રકાશનની જવાબદારી લઈ શકે. નિર્બળ થતી યાદદાસ્ત, વ્યક્તિગત પુરૂષાર્થમાં શ્રમલાઘવ અને દોડધામના યુગપ્રભાવથી ભીંસાતી માનવજાત કંઠ પરંપરાથી જ્ઞાનનો વારસો નિભાવનાર નથી ત્યારે
જ્ઞાનધારા-૧
૧૯૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧