Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ખરા અર્થમાં ધર્મપરંપરાના વહનમાં સ્ત્રીઓનો ફાળો હંમેશાં મુખ્ય રહ્યો છે. આ થઈ જૈન ધર્મપરંપરાની સામાન્ય ભૂમિકા; હવે એક ડોકિયું ઈતિહાસની આરસીમાં કરીએ તો ભારતવર્ષમાં એક કાળખંડમાં ધાર્મિક ક્ષેત્રે સ્પર્ધાના ઘોડાપૂર ઉમટયા હતાં, જૈન અને હિંદુઓ, જૈન અને બૌદ્ધો, આમ વિધર્મીઓ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો ત્યારે જૈનદર્શનની સૈદ્ધાંતિક વિચારધારા કે ચિંતનધારા સાથે પૂર્ણરૂપે સુસંગત ન હોય તેવી કેટલીક લોકભોગ્ય અને સરળ ઉપાસના કે આરાધના પદ્ધતિઓનું આકર્ષણ થયું અને ક્રિયા કે અનુષ્ઠાનો રૂપે તેનો મોટા પાયા પર સ્વીકાર થયો, સ્વીકારને અનુરૂપ તર્કો પણ લોકમાન્ય બની જૈનપરંપરામાં ભળી ગયા. આગમ પરંપરા સાથે આચાર્ય પરંપરાનો સમન્વય થયો અને મહાપ્રભાવક આચાર્ય ભગવંતોના પ્રભાવ હેઠળ જૈન સમાજ બેવડી વિચારધારામાં ગતિ કરવા લાગ્યો. આગમ પરંપરાની ઓટ અને આચાર્ય પરંપરાની ભરતીમાં કેટલાંક વિધિ-વિધાનો અને અનુષ્ઠાનો માટે મતમતાંતરોપણસર્જાયા, સામાન્યજન માટે અવઢવનો આરંભ થયો, માનવસ્વભાવ સહજ ઢાળ તરફ ઢળતો જ રહ્યો – spiritual ઓછું અને ritual વધુ એવું વાતાવરણ સર્જાવા લાગ્યું. છતાં આગમ પરંપરા અવિચ્છિન્ન રહી શકી, એને શાસનપતિના પ્રબળ પુણ્યનો પ્રભાવ કહીએ તો અયોગ્ય નથી.
એક તરફ જૈનેત્તરો સાથેનો સંઘર્ષ તો બીજી તરફ જૈન પરંપરા જાળવવાની અને વિકસાવવાની મથામણે કેટલાંક પ્રબળ પરિબળો પણ જન્માવ્યા. આજ કદાચ જૈનેત્તરો સાથે સંઘર્ષની ભૂમિકા નહિવત ગણીએ તો આંતરિક સંઘર્ષની ભૂમિકા બળવાન બની રહી છે. મંચ પર એકતાનો ઝંડો લઈ બેઠેલાં આપણી વચ્ચે હઠાગ્રહ-દઢાગ્રહકેમૌલિકતાના નામે અનેક સંપ્રદાયો ફાલી ફૂલી રહ્યા છે. અનેકાંતવાદની બુનિયાદપર ઊભેલ જૈનધર્મ એકાંતમતની નાગચૂડમાં ભીંસાઈ રહેલ છે. સંક્ષેપમાં કહીએ તો, જૈનધર્મ માટે આજ એક તરફથી આંતરિક આક્રમણ અને બીજીતરફ ભૌતિકવાદના બાહ્ય આક્રમણના કારણે તે શ્રદ્ધાના મૂળમાં પ્રહાર વેઠી રહેલ છે. આની
જ્ઞાનધારા-૧
૧૯૬
=
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=