Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ધર્મ ઉતરતો-હીણો છે એમ સમજાય છે. આથી અન્ય ધર્મમત વાળા સાથેના વ્યવહારમાં પોતાની અહંના ધર્મઝનૂનમાં ફેરવાઇને, સામેની વ્યક્તિને હીન કહીને, ધર્મને નામે જ તેની સાથે ધૃણા, કે હિંસાચાર કરે છે. પોતાનો ધર્મ અહિંસા-ભાતૃભાવ શિખવે છે એ ભૂલીને, વ્યક્તિ એ ધર્મને નામે જ સામેની વ્યક્તિ પ્રત્યે હિંસાચાર કરે છે, આમ વ્યક્તિ કે આખી કોમ દા.ત. હિંદુ અને મુસ્લિમ એમ બન્ને કોમ અને રાષ્ટ્રો પણ ધર્મને નામે મોટા હુલ્લડો કે યુધ્ધો આદરીને હજારોની હત્યા કરી નાખે છે. જેમ ભારતમાં હિંદુ અને મુસ્લિમ તેમ યુરોપમાં ક્રિશ્ચિયન અને બિનક્રિશ્ચિયનો, કેથોલિક અને પ્રોટેસ્ટંટો - એ બધાં ધર્મને નામે જ લડીને ભયંકર અધર્મ આચરે છે, પોતાનો ધર્મ જ સાચો-એઝનૂનથી પ્રેરાઇને પરાણે ધર્મપરિવર્તન કરાવવાની ચાલતી પ્રવૃત્તિ પણ, તે પ્રવૃત્તિઓને દૂરથી જોનાર અન્ય લોકો કે અન્ય પ્રજાને ખૂદ ધર્મ કે ધર્મ સંપ્રદાયો પ્રત્યે જ અણગમો ઉત્પન્ન કરે છે.
આ ઉપરાંત ધર્મના નામે ખોટા તકસાધુઓ સમાજમાં જૂઠ, ફરેબ, લૂંટ, વ. ઘણા પાપાચાર ફેલાવતા હોય છે. આ બધાને પરિણામે સર્વ ક્લેશનું મૂળ ધર્મસંપ્રદાય જાણીને, રશિયા અને ચીન જેવાએ પોતાને ત્યાંધર્મસંપ્રદાય જ ન જોઇએ એમ સામે છેડે પહોંચી જઇને તેમની તમામ વસતી સામ્યવાદી બની ગઇ છે.
શાશ્વત મૂલ્ય ધરાવતા સત્ય, અહિંસા, પ્રેમ, દયા, પરોપકાર વગેરે જે ઉચ્ચ આદર્શોના પાયા ઉપર વિવિધ ધર્મસંપ્રદાયો સ્થપાયેલા છે તેમને જુદા તારવીને બધાંધર્મસંપ્રદાયો વચ્ચે સમન્વય થવો જોઇએ. આવી સમન્વયી દષ્ટિ ખીલતાં, ધર્મઝનૂનનો પડદો હઠીને, બીજા ધર્મોનાં સારા અને સમાન તત્વોનું દર્શન થશે અને તેથી પરસ્પર વિરોધ કરીને લડી રહેલા બળો ભેગા થશે, એરીતે ધર્મઝનૂનનું પહેલું અનિષ્ટ દૂર થશે અને અન્યધર્મપ્રતિ દ્વેષથી જે યુધ્ધ કે હુલ્લડો થતાં તેમના વચ્ચે સંઘર્ષ દૂર થઇને, સમભાવ અને પ્રેમ
જ્ઞાનધારા-૧,
૧૨૦.
- જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e