Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
女
તેમણે લોકોને જણાવ્યું કે પોતાનો જ ધર્મ બીજા ધર્મો કરતાં ચડિયાતો છે અથવા એ એકજ સાચો ધર્મ છે એવી નીતિનું પરિણામ ખરાબ આવે તેથી નીતિ કે સદાચારના મૂળ સિદ્ધાંતો સર્વધર્મમાં સમાન છે, તેમ તેમણે કહ્યું.
બધા ધર્મોને ભેગા કરવાની દૃષ્ટિએ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સર્વધર્મ પ્રર્થના ચલાવી. ધર્મ આપણો ચતુરવિધ મિત્ર છે. (વ્યક્તિગત, સામાજિક, ઐહિક, પારલૌકિક) એ સંદર્ભમાં બધા ધર્મોનો સમન્વય કર્યો, તેઓ સર્વધર્મના લોકોને એક, માત્ર સલાહ આપવાનું કામ નહોતા કરતા, પરંતુ તમામ પ્રવૃત્તિમાં તેમણે પ્રત્યક્ષ ભાગ લીધો, અને સર્વના વ્યવહારૂ ઉકેલો શોધી બતાવ્યા તેના પ્રત્યક્ષ ઉદાહરણ તરીકે જોઈએ તો ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત વિધાપીઠ એ એક જ્વલંત ઉદાહરણ પુરું પાડે છે. જેમાં સહુ પ્રથમ ગાંધીજીએ બાઈબલ ખંડની સ્થાપના કરી, તેમા સર્વધર્મના લોકો ભેગા થતા અને પ્રાર્થના કરતા. આ બાઈબલ ખંડની અંદર જગતના અગિયાર ધર્મોની પ્રાર્થના તેમજ પ્રતીકો જોવા મળે છે. હાલમાં પણ ગુ. વિધાપીઠમાં સર્વ ધર્મના લોકો એક સાથે પ્રાર્થના તેમજ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. ગાંધીજીના આ વિચારોને ... આદર્શોને... મૂર્તિમંત સ્વરૂપ આપવાની સતત પ્રવૃત્તિ કરતા આચાર્યશ્રી વિનોબા ભાવેએ સર્વધર્મ સમભાવ પર વ્યાપક અને સરળ ચિંતન રજૂ કર્યું છે. વિનોબા ભાવે જણાવે છે કે સર્વધર્મ સમભાવમાં ચાર બાબતો જરૂરી છે.
-
૧) સર્વધર્મ નિષ્ઠા
૨) બીજા ધર્મ પ્રત્યે આદરની લાગણી
૩) સર્વધર્મની સુધારણા આવી સુધારણા કર્યા વિના માણસની પ્રગતિ શક્ય નથી.
૪) અધર્મનો વિરોધ
આ ચાર મુદ્દાઓનો સમન્વય સદાય ત્યારે સર્વધર્મની ભાવના-સિદ્ધથાય છે. વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેની કે ધર્મ-ધર્મ વચ્ચેની અશાંતિ આપોઆપ શમી
જ્ઞાનધારા-૧
૧૩૬
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧