Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૦) ક્ષમાપના- જૈનધર્મમાં ક્ષમાને શ્રેષ્ઠ ગુણગણવામાં આવે છે. ક્ષમાપના પર્વ પણ ઉજવવામાં આવે છે. આપણે ડગલે ને પગલે ભૂલ કરતાં હોઇએ છીએ એટલે બીજાને માફી આપવી અને આપણે પણ ભૂલ બદલ માફી માંગવી, જેથી જીવન સરળ અને શુદ્ધ બને છે. વિપત્તિઓ ઘટે છે.
૧૧) રાત્રિભોજન ત્યાગ- આ વ્રત શ્રેષ્ઠગણવામાં આવ્યું છે. નરકગતિના ચાર દ્વારોમાંનું એક દ્વાર ગણવામાં આવ્યું છે. સૂર્યાસ્તબાદ ઘણાં બધાં જીવોની ઉત્પત્તિ થાય છે. જેને કારણે જીવને હિંસાનો દોષ લાગે છે. હલકી યોનિના જીવો રાત્રે ભ્રમણ કરે છે. તેથી જીવોની રક્ષા માટે પણ રાત્રિભોજન ત્યાગ કરવો જોઇએ તેમ જ વૈદકીય દષ્ટિએ પણ આ વ્રત ઉપયોગી છે.
આપણે આપણાં ધ્યેયને પહોંચી વળવા માટે આ અગિયાર વ્રતનું સાંગોપાંગ પાલન કરવું જોઇએ. આ વ્રતોના પાલનથી વ્યક્તિમાં સદ્ભાવ પ્રગટે છે. રાગ-દ્વેષ દૂર થાય છે.
જગતના ઋષિ સમાન ગાંદીજીને સંતબાલજીએ જે સર્વધર્મ સમભાવ, મનુષ્યના જીવનને ઉપયોગી સિદ્ધાંતો તેમજ ચિત્તની રાગદ્વેષાદિમલિનતાઓ પર વિજય મેળવવો તે જ સાચો ધર્મ છે તેમ જણાવ્યું છે. સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ જેવાધર્મના સદગુણોની કેળવણીને વ્યવહારમાં તેનું પાલન કરવાનું ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડયું છે. તેમના વિચારો દ્વારા આજની યુવા પેઢીને જીવન જીવવાનો એક નવો માર્ગ મળ્યો છે.
N
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-1
-૧)
૧૪
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૫
જનસાહિત્ય જ્ઞાનસત્ર-1