Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
લહિયા દ્વારા ભ્રષ્ટ રીતે લખાયેલા હોય અને પછીના સમયની હસ્તપ્રત શુદ્ધ હોય તો તે શુદ્ધ હસ્તપ્રતને વાચના માટે સ્વીકારી શકાય. તે ઉપરાંત કૃતિનિર્માણમાં કવિનાં લખાણો, કવિનો ઝુકાવ જે તરફનો હોય અને કઇ હસ્તપ્રત ચુસ્તીથી વળગી રહે છે એ પણ મુખ્ય પ્રતની પસંદગીમાં મહત્ત્વનું પરિબળ બની રહે છે. દા.ત. ગુણરત્નાકર છંદ'ના સંપાદન માટે મેં જે ૧૦ હસ્તપ્રતો પસંદ કરી હતી તેમાં સૌથી જૂની હસ્તપ્રત સં. ૧૬૧૮ ના લેખનવર્ષવાળી હતી. (કૃતિનું રચના વર્ષ સં. ૧૫૭૨ હતું, પણ આ પ્રતના પાઠો ભ્રષ્ટ હતા. જ્યારે સં. ૧૭૧૬ ના લેખનવર્ષવાળી પ્રતનો મુખ્ય આધાર લીધો તે એટલા માટે કે આખી કૃતિ જે ચારણી છંદોની લયછટામાં ચાલતી હતી એ છટાઓને, એનાપ્રાસાનુપ્રાસને, કવિએ કરેલી કૃતિના બહિરંગની માવજતને આ પ્રત ચુસ્તીથી જાળવી રાખતી હતી.
મુખ્યપ્રતની પસંદગી થઇગયા પછી બાકીની પ્રતોમાંથી પાઠાંતરો નોંધવા માટે એ પ્રતોનો અનુક્રમ નક્કી કરવો જોઇએ. સમયાનુક્રમે એની ક્રમિકતા નક્કી કરી શકાય. જો મુખ્ય પ્રતને 'ક' સંજ્ઞા આપી હોય તો બાકીની પ્રતોને અનુક્રમે 'ખ”, 'ગ”, 'ઘ” એવી સંજ્ઞા આપી શકાય.
જે હસ્તપ્રતો લેખનવર્ષ વિનાની હોય એનું શું? જો બીજી બધી રીતે હસ્તપ્રત શુદ્ધ જણાતી હોય તો કેવળ લેખનવર્ષનો નિર્દેશ ન હોવાને કારણે એને છોડી દેવી ન જોઇએ. લિપિમરોડ અને ભાષાકીય સ્વરૂપને ધ્યાનમાં રાખીને આવિધાના નિષ્ણાતો દ્વારા અનુમાને હસ્તપ્રતલેખનનો સમયગાળો નક્કી કરી શકાતો હોય છે. એ સમયગાળાની કમિકતા અનુસાર આવી પ્રતોને પાઠાંતર માટે ઉપયોગમાં લઇ શકાય.
વાચનામાં મુખ્ય પ્રતનો પાઠ છોડીને પણ અન્ય પ્રતોના પાઠનો સ્વીકાર
કૃતિની વાચના તૈયાર કરવામાં જે પ્રતનો મુખ્ય આધાર લીધો હોય એનો અર્થ એવો નથી કે આખીયે વાચના માટે તે હસ્તપ્રતનો સમગ્ર પાઠ
જ્ઞાનધારા-૧
Y૧૫૪
૧પ૪
= જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
હિત્ય જ્ઞાનસત્ર-૧