Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તત્વનો બોધ ગ્રહણ કરવાવાળા રાજાઓ ઓછા છે. તેમણે યોજેલા સાધુસંમેલનને લીધે તે 'દ્વાદશાંગી રક્ષક કહેવાયા. એ સંમેલન પાટલીપુત્રની પ્રથમ વાચના અને મન્નપુરી વાચનાની વચ્ચે હોવું ઘટે. એના પછી આવનારી ત્રીજી પેઢીના ખેમરાજ અને પછી બુધરાજ એ મહાન પરંપરા જાળવી ન શક્યા- અંતમાં એ સામ્રાજ્ય સાતવાહન વંશમાં વિલીન થયું. પાછળ મુકતા ગયા આપણા સહુ માટે જૈન ધર્મના અગત્યના શિલાલેખો જે ભવિષ્યની ધરોહર છે.
ઇતિહાસ, શિલાલેખ કે ભૂતકાલીન બનાવોની કમબદ્ધ નોંધ અને પ્રસંગોનું વર્ણન જે આજે આપણને તૈયાર મળે છે, એ બાહ્યદેહને સંપૂર્ણ રીતે સુશોભિત કરવામાં ઇતિહાસકારો અને સંશોધકો પોતાની વિશાળ સૂમદષ્ટિ અને આંતરસૂઝનો સમન્વય કરી એમાં પ્રાણ રેડે છે ત્યારે એક અનોખું સર્જન અસ્તિત્વમાં આવે છે.
હવે આ શિલાલેખને પ્રગટ કરવામાં પડેલી મુશ્કેલીઓ વિશે જોઇએ. ચક્રવર્તી રાજા ખારવેલના શિલાલેખોની લિપિ ઉકેલવામાં અને એને પ્રકાશમાં લાવવા શ્રી સુશીલ અને પંડિત શ્રી ભગવાનલાલ ઇંદ્રજી જેવાપુરાતત્ત્વવિદોનો અમૂલ્ય ફાળો છે. સન ૧૮૨૫ થી ૧૮૮૦ સુધી ફાધર સ્ટર્લીગ, કનીંગહામ, ડૉ. રાજા રાજેન્દ્રલાલ વગેરેએ ખૂબ મહેનત કરી પણ સફળતા ન મળી. સૌ પ્રથમ ઇ.સ. ૧૮૮૫ માં પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ એનો પાઠ અને અર્થ પ્રકાશિત કર્યો ત્યારે જ લોકોને એનું મહત્વ સમજાયું.
પ્રસ્તુત લેખનો ઘણો ભાગ વાંચી શકાતો ન હોવાથી પુરાતત્વવિભાગે એ લેખની કાગળ પર છાપ મેળવી. શ્રી સુશીલે કેટલાયે દિવસ અને રાતની એકસરખી મહેનત, લગન, ચિંતન અને મનનને અંતે એ પાઠ અને અર્થ તૈયાર કર્યા. ત્યારબાદ ઇતિહાસકારો અને વિદ્વાનોએ ચર્ચા- વિચારણા કર્યા પછી એ અર્થ કાયમ રાખ્યો.
જ્ઞાનધારા-૧)
૧૭૮ ,
જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e