Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઉત્તમ રાસકાર અને ગીતકાર તરીકે પ્રતિષ્ઠાને પામ્યા છે. એમણે સાંબ-પ્રધુમ્ન ચોપાઇ, મૃગાવતીચરિત્રચોપાઇ, પુણ્યસાર રાસ, નળદમયંતીરાસ, સીતારામ ચોપાઇ, વસ્તુપાલ-તેજપાલ રાસ, દ્રૌપદી ચૌપાઇ વગેરેની રચના કરી છે. સમયસુંદરે લખેલાં સ્તવનો, સઝાયોની સંખ્યા એક હજારથી વધુ છે. એમાંની કેટલીક કૃતિઓ તો તેમના પોતાના હસ્તાક્ષરમાં મળી આવી છે.
જૈન સાધુ જીવનને લીધે સમયસુંદરને જુદા જુદા પ્રદેશોમાં વિચરવાની તક મળતી હોવાથી તે પ્રદેશની ભાષા પર તેમણે સારું એવું પ્રભુત્વ મેળવી લીધું હતું. વળી પોતે ખરતરગચ્છના સાધુ હોવા છતાં પોતાના ગચ્છની કે ધર્મની સંકુચિતતા તેમનામાં બિલકુલ ન હતી. તેથી તેમના ઉપદેશની અનેક લોકોના જીવન પર ઊંડી અસર પડી હતી. એમના તેજસ્વી જીવનનો પ્રભાવ હિન્દુ અને મુસલમાન અધિકારી વર્ગ ઉપર ઘણો મોટો હતો. તેના પરિણામ સ્વરૂપે તેમણે ઘણા સ્થળે અહિંસાનો મહિમા પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ જ્યારે સિંધમાં પધાર્યા ત્યારે ત્યાનો અધિકારી મખનમ મુહમ્મદ શેખ કાજી તેમની પવિત્ર વાણીથી પ્રભાવિત થઇને તેમના ઉપદેશથી સમગ્ર સિંધ પ્રાંતમાંગો વધની, પંચનદીમાં જલચરની અને અન્ય પ્રાણીઓની હિંસા ન કરવા માટે અભયની ઉદઘોષણા કરાવી હતી. એ જ રીતે જેસલમેર કે જ્યાં સાંઢનો વધ થતો હતો ત્યાં તેમણે એના અધિપતિ રાવલ ભીમજીને ઉપદેશ આપી સાંઢનો વધ બંધ કરાવ્યો હતો.
સમયસંદરનો શિષ્યપરિવાર વિશાળ હતો. તેમની કેટલીક કૃતિઓમાં - અપાયેલી માહિતીથી જાણવા મળે છે કે તેમને ૪૦ થી વધારે શિષ્યો હતા. કેટલાક શિષ્યો અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા. કેટલાક શિષ્યોએ સમયસુંદરના સાહિત્યસર્જનમાં પણ મદદ કરી હતી. વાદી હર્ષનંદન એમના મુખ્ય શિષ્ય હતા. એમણે નાના-મોટાબારેકગ્રંથોની સંસ્કૃત ભાષામાં રચના કરેલી છે.
જ્ઞાનધારા-૧
૧૮૩
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e