Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એને ટેકો મળતો હતો એથી મુખ્ય પ્રતનો 'મણ’ પાઠ છોડ્યો હતો.
૩) પદનો અન્વઆર્થ બંધબેસતો હોય તેવો પાઠ સ્વીકૃત બને ગુણરત્નાકરછંદ' માં કોશાની એક શૃંગારિક ચેષ્ટા વર્ણવતાં મુખ્ય પ્રત આ પ્રમાણે પંક્તિ આપે છે. 'ભમુહ-કમાણિ કરી સિંહા તાકઇ તીર-કડકખ (કોશા ભ્રમરરૂપી કમાન ઉપર કટાક્ષ- તીર તાકે છે.) આ કલ્પનાચિત્ર સ્પષ્ટ છે. પણ અન્ય પ્રતોમાં સ્ત્રીનો સંદર્ભ આવ્યો એટલે કેટલાક લહિયાઓએ 'ભમુહકમાણિ” ને સ્થાને 'ભમુહ - કામિણી કરી નાખ્યું જેનો અન્વયાર્થ બંધબેસતો થતો નથી. જો કે અહીં મુખ્ય પ્રત સાચો પાઠ આપતી હોઇ પાઠ છોડવાનો થયો નથી પણ આ ત્રીજા કારણના એક દષ્ટાંત તરીકે એનો ઉપયોગ કર્યો છે.
૪) કાવ્યસૌંદર્યની દષ્ટિએ જે પાઠ વધુ ઔચિત્ય ધરાવતો હોય એ પણ સ્વીકૃતિ પામે. 'ગુણરત્નાકરછંદ માં મુખ્ય પ્રતા સરસ્વતી વર્ણનની પંક્તિ આમ આપે છે 'રવિશશિમંડલ કુંડલ કિદ્ધા, તારા મસિ મુગતાફૂલ વિદ્ધા.” (દેવીએ સૂર્ય-ચંદ્રનાં કુંડળ કર્યા છે ને મહીં તારારૂપી મોતી પરોવ્યાં છે) અહીં વિદ્ધા પાર્થી તારારૂપી મોતીઓ પરોવવાનું સૌંદર્યસભર ચિત્ર નિર્માણ થાય છે. પણ બાકીની બધી જ પ્રતો વિદ્ધાને સ્થાને સિદ્ધાર્ડને લિદ્ધા પાઠ આપે છે. 'કિદ્ધા થી એક જ પંક્તિમાં ક્રિયારૂપ બેવડાય છે ને પ્રાસ-દષ્ટિએ પણ એ ઉચિત જણાતું નથી. વળી વિદ્ધા પાઠ છોડવા જતાં મોતી પરોવવાનું આખું સૌદર્યચિત્ર હણાઇ જાય છે. એટલે બાકીની બધી પ્રતો જુદો પાઠ આપતી હોવા છતાં આ એક જ પ્રતનો વિદ્ધા પાઠ જ અહીં સ્વીકૃત રાખ્યો છે.
કેવા પાઠાંતરો નોંધવા જોઇએ ?
જ્ઞાનધારા-૧
Y૧૫૬
–જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=